વિરોધ/ કેરળ સરકારે ઇદ નિમિત્તે લોકડાઉનમાં છૂટછાટ આપતાં આરોગ્યને ધ્યાનમાં લઇને વીએચપીએ કર્યો વિરોધ

કેરળના નિર્ણયથી એક વિશાળ જાહેર આરોગ્ય પડકાર છે અને તે રોગચાળા સામે દેશની લડતને નબળી પાડશે.

India
vhp કેરળ સરકારે ઇદ નિમિત્તે લોકડાઉનમાં છૂટછાટ આપતાં આરોગ્યને ધ્યાનમાં લઇને વીએચપીએ કર્યો વિરોધ

રવિવારે વિશ્વ હિન્દુ પરિષદે કેરળ સરકારના 21 જુલાઇએ મનાવવામાં આવતી ઇદ-ઉલ-અઝહાને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રતિબંધોમાં રાહત આપવાના નિર્ણય સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, આ એક “મોટું” જાહેર આરોગ્ય પડકાર છે. સંગઠનના કાર્યકારી પ્રમુખ, આલોકકુમારે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ રોગચાળાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં વાર્ષિક કાંવડ યાત્રાને રદ કરી દીધી છે.

તેમણે કહ્યું કે કેરળના નિર્ણયથી “એક વિશાળ જાહેર આરોગ્ય પડકાર છે” અને તે રોગચાળા સામે દેશની લડતને નબળી પાડશે. કુમારે કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકારે કાંવડ યાત્રાને અમુક પ્રતિબંધો સાથે મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે “જીવનના હકને સર્વોપરી ગણાવી” આ મામલામાં હસ્તક્ષેપ કર્યા બાદ વાર્ષિક યાત્રાને રદ કરી દીધી હતી.

વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) કહ્યું કે કેરળમાં પ્રતિબંધો ત્રણ દિવસ માટે હળવા કરવામાં આવી છે અને અપેક્ષા છે કે ટોચની કોર્ટ આ મામલે ધ્યાન લેશે. તેમણે કહ્યું, ‘અમને આશ્ચર્ય છે કે જાહેર ક્ષેત્રમાં આ બધી ઘટનાઓ પછી પણ કેરળના મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે ઇદના ત્રણ દિવસ દરમિયાન કોઈ પ્રતિબંધ રહેશે નહીં. મોલ્સ, થિયેટરો, બજારો ખુલ્લા રહેશે.

તેમણે કહ્યું, “આ એક વિશાળ જાહેર આરોગ્ય પડકાર બની રહ્યું છે. તે કોવિડ રોગચાળા સામે દેશની લડતને નબળું પાડશે. હું આશા રાખું છું કે સુપ્રીમ કોર્ટ આ અંગેની નોંધ  લેશે અને મુલતવી રાખવાનો આદેશ આપશે,કેરળના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયનએ શનિવારે કોવિડ પ્રતિબંધોમાં થોડી રાહતો જાહેર કરી છે.