Not Set/ ઘરમાં દારુ પીવા પર મનાઈ નૈતિક અધિકારોનો ભંગ..? ગુજરાત હાઇકોર્ટમાં દારુબંધી વિરુદ્ધ કરાઇ અરજી

ગુજરાતમાં દારુબંધી છે અને ભૂતકાળમાં અનેકવાર દારુબંધી ઉઠાવી લેવા માટે માંગણી કરાવામાં આવી છે.  આ માંગણી અંગે ગુજરાત હાઇકોર્ટમાં પાંચ અરજી દ્વારા રાજ્યમાં દારુબંધીના કાયદાના અમલ પર રોક લગાવવા માટે કરવામાં આવી છે. અમદાવાદના એનઆઇડી અને આઇઆઇએમમાં અભ્યાસ કરતી બહારના રાજ્યની બે યુવતીઓ દ્વારા આ અરજી કરાઇ છે. ગુજરાતમાં દારૂબંધીને પડકારતી તમામ અરજી પર 25મી […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં દારુબંધી છે અને ભૂતકાળમાં અનેકવાર દારુબંધી ઉઠાવી લેવા માટે માંગણી કરાવામાં આવી છે.  આ માંગણી અંગે ગુજરાત હાઇકોર્ટમાં પાંચ અરજી દ્વારા રાજ્યમાં દારુબંધીના કાયદાના અમલ પર રોક લગાવવા માટે કરવામાં આવી છે. અમદાવાદના એનઆઇડી અને આઇઆઇએમમાં અભ્યાસ કરતી બહારના રાજ્યની બે યુવતીઓ દ્વારા આ અરજી કરાઇ છે. ગુજરાતમાં દારૂબંધીને પડકારતી તમામ અરજી પર 25મી ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

મૂળ બહારના રાજ્યોની અને ગુજરાતમાં એનઆઈડી અને આઈઆઈએમમાં ભણતી બે યુવતીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના નૈતિક અધિકારોને લઇ અરજી કરી છે. તમામ અરજીઓમાં એવી રજૂઆત કરાઇ છે કે, રાજ્યભરમાં ઘરમાં બેસીને લોકોના દારૂ પીવાના અધિકાર પર તરાપ મારી શકાય નહીં. ગુજરાત બહારથી આવતા કેટલાક ડિગ્નિટરીઝ, બિઝનેસમેન અને ખેલાડીઓને દારૂ પીરસવામાં આવે છે. પરંતુ ગુજરાતના લોકોને ઘરમાં બેસીને દારૂ પીવા દેવા રોક લગાવી છે તે ભેદભાવયુક્ત નીતિ છે.

દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતાના અધિકારનો ભંગ

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે દારુબંધીનો કાયદો લોકોની ગુપ્તતાના અધિકારોનું હનન કરે છે અને રાજય સરકાર કોઇના અધિકારો પર પ્રતિબંધ જાહેર કરી શકે નહીં. કોને શું ખાવું અને કોને શું પીવું એ તેનો વ્યક્તિગત અધિકાર છે ત્યારે સરકાર કેવી રીતે પોતાના કાયદા દ્વારા તેની ઉપર રોક લગાવી શકે…. ??

બહારથી આવતા કોર્પોરેટ ડેલિગેટ્સને છૂટ કેમ ?

ગુજરાતમાં ઘણીવાર એવી દલીલો થઇ છે કે રાજ્યમાં રોકાણ માત્રને માત્ર દારુબંધીને કારણે ઓછું આવે છે. જોકે સાથે સાથે બહારથી આવતા ડેલિગેટ્સ અને વીઆઇપી મહેમાનોને દારૂ માટેની છુટછાટ આપવા આવતી હોય છે. આ તરફ અરજીમાં દલીલ કરાઇ છે કે  બહારથી આવેલી કંપનીના લોકો માટે દારૂની છૂટછાટ મળતી હોય તો ગુજરાતના લોકો સાથે કેમ ભેદભાવ રાખવામાં આવે છે? અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ખ્રિસ્તી જાતિમાં વાઇન જેવા પીણા પીવા તે સંસ્કૃતિક પંરપરા છે ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી પરની આગામી સુનાવણીઓ દિલચસ્પ બની રહેશે.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.