આગ/ અમદાવાદના વેજલપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

કોરોના મહામારીમાં આગના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે  અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી છે.

Top Stories Ahmedabad Gujarat

કોરોના મહામારીમાં આગના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે  અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી છે. 30થી વધારે ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. થોડી ઘણી આગ કાબુમાં આવી છે.

અમદાવાદના વેજલપુરના રેડિયો મિર્ચી રોડ પર આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ભીષણ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો આનંદનગર પહોંચ્યો હતો. જ્યાં 30 થી વધુ ઝૂંપડામાં આગ લાગી હતી. ઝૂપડપટ્ટી વિસ્તારમાં આવેલ એક ઝૂપડામાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી એક બાદ એક બીજી દસેક બોટલમા બ્લાસ્ટ થયો હતો. જેના બાદ આગ ફાટી નીકળી હતી, અને અન્ય ઝૂપડાઓમાં ફેલાઈ હતી. લગભગ 15 ઝૂપડા આગમાં બળીને ખાખ થયા છે. તો 30 થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

 ભીષણ  આગ

આ પણ વાંચો :માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું પોતાનું કામ, 15 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ….

ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે. આસપાસનાં મકાનોમાંથી લોકોએપોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા છે. ઝૂંપડાં સમગ્ર બળીને ખાક થઈ ગયાં છે.

આ પણ વાંચો :રાજકોટમાં કોચિંગ સેન્ટર પર દરોડા, 555 વિદ્યાર્થીઓ ક્લાસમાં માસ્ક પહેર્યા વિના મળી આવ્યા

ઝૂપડપટ્ટીનો વિસ્તાર એટલો ભરચક હતો કે, ફાયર વિભાગના વાહનોને આગ બૂઝવવા અંદર આવવા તકલીફ પડી હતી. સાંકડી ગલીમાં મિની ફાઈટર લાવવાની ફરજ પડી હતી. નાની પાઈપલાઈનથી પાણીનો મારો ચલાવાવમાં આવ્યો હતો. ઝૂપડા એકબીજાની નજીક હતા, અને તેના ઉપર પ્લાસ્ટિક હોવાથી આગ ફેલાઈ હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, આનંદ નગર વિસ્તારમાં આવેલો આ ઝુપડપટ્ટી વિસ્તાર 30 વર્ષ જુનો છે.

આ પણ વાંચો :ભાવનગરમાં પોતાના બાળકો માટે જ માતા બની યમરાજ, પાણીમાં ડૂબાડીને સંતાનોને ઉતાર્યા મોતને ઘાટ