Sports News: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) મેલબોર્ન ટેસ્ટના (Melbourne Test) પહેલા જ દિવસે વિવાદમાં ફસાઈ ગયો છે. ક્રિકેટના મેદાન પર ઓસ્ટ્રેલિયાના ડેબ્યૂ કરી રહેલા બેટ્સમેન સેમ કોન્સ્ટાસ (Sam Konstas) સાથે ટકરાયો હતો. ICCએ કોહલીને ડીમેરિટ પોઈન્ટ (Demerit Point) આપી સજા કરી છે. આ માટે તેને મોટો દંડ પણ ભરવો પડશે.

માહિતી મુજબ, દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી મેલબોર્ન ટેસ્ટમાં મેદાન પર તેની ટક્કર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સેમ કોન્સ્ટાસ સાથે થઈ હતી. ICC આચાર સંહિતાની કલમ 2.12 અનુસાર, “ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. જો કોઈ ખેલાડી ઈરાદાપૂર્વક, અવિચારી રીતે અને/અથવા બેદરકારીપૂર્વક ચાલે છે અથવા દોડે છે અથવા અન્ય ખેલાડી અથવા અમ્પાયરના ખભાને ટક્કર મારે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે.”
