Not Set/ શું રાવણના મૃત્યુ પાછળ જવાબદાર મંદોદરી હતી…?

રામ અને રાવણ વચ્ચે થયેલા યુધ્ધમાં રાવણનું મૃત્યુ યુદ્ધભૂમિમાં થયું હતું. તેના અંત અને વિનાશ પાછળ તેના શ્રાપની ઘટનાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે રાવણના મૃત્યુનું મુખ્ય કારણ વિભીષણ હતા. તેમણે જ શ્રી રામને જણાવ્યું હતું કે રાવણની નાભિમાં કુંડ છે. જ્યાં સુધી અમૃત સુરક્ષિત છે ત્યાં સુધી રાવણને હરાવવો મુશ્કેલ હતો. આ કથાનો […]

Uncategorized

રામ અને રાવણ વચ્ચે થયેલા યુધ્ધમાં રાવણનું મૃત્યુ યુદ્ધભૂમિમાં થયું હતું. તેના અંત અને વિનાશ પાછળ તેના શ્રાપની ઘટનાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે રાવણના મૃત્યુનું મુખ્ય કારણ વિભીષણ હતા. તેમણે જ શ્રી રામને જણાવ્યું હતું કે રાવણની નાભિમાં કુંડ છે. જ્યાં સુધી અમૃત સુરક્ષિત છે ત્યાં સુધી રાવણને હરાવવો મુશ્કેલ હતો. આ કથાનો સંબંધ તેની પત્ની મંદોદરી સાથે પણ સંકળાયેલો છે.

એક વખત જ્યારે રાવણ, વિભીષણ અને કુંભકર્ણએ બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી ત્યારે બ્રહ્મા પ્રસન્ન થયા અને તેમણે વરદાન માંગવા કહ્યું. રાવણે વરદાનમાં અમરત્વ માંગ્યુ. બ્રહ્માએ કહ્યું કોઇ પણ પ્રાણીને અમરત્વનું વરદાન મળી શકે નહી. કોઇ બીજું વરદાન માંગો પરંતુ રાવણે પોતાની જીદ પર અડગ રહ્યો. બ્રહ્માજીએ તેને એક વિશેષ પ્રકારનું તીર આપ્યું અને કહ્યું, તું ફક્ત આ તીરનાં પ્રહારથી જ મૃત્યુ પામીશ. તે સિવાય કોઇ પણ શસ્ત્રથી તારું મૃત્યુ થશે નહી.

રાવણ ખુશ થઇને ઘરે આવ્યો અને તેણે ગુપ્ત રીતે તે તીરને સિંહાસન પાછળના થાંભલામાં છુપાવ્યું. જ્યારે રામ-રાવણનું યુદ્ધ થયું ત્યારે વિભીષણે આ રહસ્ય રામ સમક્ષ ઉજાગર કર્યું. પરંતુ તેમની જાણ બહાર હતું કે આ તીર ક્યાં મૂકવામાં આવ્યુ છે.

રહસ્યનો ઉકેલ લાવવાની જવાબદારી હનુમાનજીને સોંપવામાં આવી. તે એક જ્યોતિષીનો વેશ ધારણ કરીને લંકા પહોંચ્યા અને લોકોને ભવિષ્ય બતાવવા લાગ્યા. આ સાંભળી મંદોદરી પોતાનું ભવિષ્ય જાણવા માટે આવી. વાત વાતમાં હનુમાને કહ્યુ કે, બ્રહ્માએ આપેલા તે તીરથી રાવણને સંકટ છે.

મંદોદરીએ કહ્યું, આમ ના હોઇ શકે કેમ કે તીર તો સિંહાસનના પાછળનાં થાંભલામાં સુરક્ષિત છે. હનુમાનજીએ આ તીર શ્રીરામને સોપ્યું અને તે તીરથી રાવણનો વધ કરવામાં આવ્યો. અને આ રીતે હનુમાનજી અને મંદોદરીના સહયોગથી રાવણ હણાયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.