જ્યારે પણ કોઈ ન્યાયાધીશ દ્વારા ફાંસીની સજા આપવામાં આવે છે, ત્યારે ન્યાયાધીશ પોતાની કલમ તોડી દેતા હોય છે. પરંતુ શું તમે તેની પાછળનાં કારણ જાણો છો? જો નહીં, તો અમે તમને જણાવીશું કે મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ પેનની નોબને કેમ તોડી દેવામાં આવે છે.
ફાંસીની સજા સમયે પેન તોડવાની પ્રથા આજથી નહીં પરંતુ બ્રિટીશ કાળનાં સમયથી ચાલી રહી છે. જ્યારે બ્રિટિશરો ભારતમાં શાસન કરી રહ્યા હતા, ત્યારે પણ સજા સંભળાવ્યા બાદ કલમને તોડી દેવામાં આવતી હતી, પરંતુ તમે વિચારી રહ્યા હશો કે પેન અને સજાને શું સંબંધ છે. અમે તમને જણાવી દઇએ કે સજા અને કલમ બંને વચ્ચે ઉંડો સંબંધ હોય છે.
જેમ કોઈ પણ કલમથી લખેલી વાતોને ભૂંસી ન શકાય, તેવી જ રીતે કોઈ શક્તિ અદાલતે આપેલી સજાને રોકી શકે નહીં. આરોપીને જે કલમથી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે તે ન્યાયાધીશ દ્વારા તોડી નાખવામાં આવે છે જેથી કોઈને પણ આ પેન દ્વારા ફરી સજા ન મળે અને કોઈ આ પ્રકારનો ગુનો ન કરે.
ઉલ્લેખનીય છે કે, મૃત્યુ દંડ એ વિશ્વની તમામ સજાઓમાં સૌથી મોટી સજા છે. જે કોઈ સામાન્ય ગુનેગારને સંભળાવવામાં આવતી નથી. આ સજા એ ગુનેગારોને જાહેર કરવામાં આવી છે જેમણે જધન્ય પ્રકારનો અપરાધ કર્યો હોય. સજા લાગુ થયા પછી પેન તોડવાનું બીજું કારણ પણ આપવામાં આવ્યું છે. જે મુજબ, જ્યારે પણ કોઈ જધન્ય ગુના કર્યાનાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે, ત્યારે તેનું જીવન સમાપ્ત થાય છે. એક માનવીનું જીવન સમાપ્ત થયા પછી ન્યાયાધીશ દ્વારા પેન તોડી દેવામાં આવે છે.
ફંસીની સજાની સંભળાવ્યા પહેલાં,તે સજા પર ન્યાયાધીશ દ્વારા જે કલમથી સહી કરવામાં આવે છે તેને તોડવાનુ કારણ એ પણ માનવામાં આવે છે કે આ કલમ છે જેણે તે શખ્સની મૃત્યુ લખી છે. કોઈનો જીવ લેવાને કારણે, ન્યાયાધીશ દ્વારા પોતાની જાતને પ્રાયશ્ચિત કરવા માટે પેન તોડી દેવામાં આવે છે.
એકવાર ન્યાયાધીશ પોતાનો ચુકાદો સંભળાવે છે પછી તેમની પાસે પણ પોતાનો ચુકાદો બદલવાની શક્તિ હોતી નથી. તેથી જ ન્યાયાધીશ પોતાનો નિર્ણય બદલી ન શકે અથવા તેના પર ફેરવિચારણા કરી ન શકે, તેથી તેઓ આ કલમની ટોચ તોડી નાખે છે. અને ટોચને તોડીને, તે સ્પષ્ટ થઇ જાય છે કે ફાંસીનો નિર્ણય એકવાર સંભળાવ્યા બાદ બદલી શકાય નહી. આ નિર્ણયને બદલવાની તાકત માત્ર હાઇકોર્ટ પાસે જ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
