Not Set/ જયારે અચાનક ગુડ્ઝ ટ્રેન પાછળની તરફ દોડવા લાગી, જાણો પછી શું થયું…

ટ્રેનો સીધી ચાલે તો જ સારી. પરંતુ જો ટ્રેન પાછળની તરફ દોડવા માંડે તો તે ખતરનાક બની જાય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના રતલામ રેલ્વે સ્ટેશન પર બની છે. જ્યાં એક ફ્રાઇટ ટ્રેને પાછળનો ગિયર મૂક્યો હતો. આ પછી, ટ્રેન પાછળની બાજુ દોડવા લાગી અને  રેલ્વે સ્ટેશનની એન્જિનિયરિંગ કેબિન સાથે ટકરાઈ હતી. માલગાડી ટ્રેનના […]

India

ટ્રેનો સીધી ચાલે તો જ સારી. પરંતુ જો ટ્રેન પાછળની તરફ દોડવા માંડે તો તે ખતરનાક બની જાય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના રતલામ રેલ્વે સ્ટેશન પર બની છે. જ્યાં એક ફ્રાઇટ ટ્રેને પાછળનો ગિયર મૂક્યો હતો. આ પછી, ટ્રેન પાછળની બાજુ દોડવા લાગી અને  રેલ્વે સ્ટેશનની એન્જિનિયરિંગ કેબિન સાથે ટકરાઈ હતી.

अचानक उल्टी दौड़ने लगी मालगाड़ी...रेलवे बिल्डिंग में ही जा घुसी

માલગાડી ટ્રેનના ત્રણ કોચ પતા પરથી ખડી પડ્યા

આ માલગાડી ટ્રેનના ત્રણ કોચ તેના પતા પરથી ખડી પડ્યા હતા.  રેલ્વે ટ્રેકને નુકસાન થતાં બે ઇલેક્ટ્રિક પોલ્સ પણ તૂટી ગયા છે. તે જ સમયે, રેલ્વેના એક બિલ્ડિંગ (કેબિન) ને પણ નુકસાન થયું છે. મઝાની વાત તો એ છે કે આ આખી ઘટનામાં કોઈને ઈજા પહોચી નથી.

अचानक उल्टी दौड़ने लगी मालगाड़ी...रेलवे बिल्डिंग में ही जा घुसी

બહુ મોટો ગંભીર અકસ્માત ટળ્યો છે

થોડા સમય પછી, જયપુર-ભોપાલ ઇન્ટરસિટી એક્સપ્રેસ આ લાઈનમાંથી પસાર થવાની હતી, જો તે ટ્રેન આવે તો ભયંકર અકસ્માત થઈ શકે તેમ હતો.  જોકે, અકસ્માત બાદ રતલામ-નાગદાનો રેલ્વે ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેના કારણે કેટલીક ટ્રેનો દોડાવવામાં વિલંબ થયો છે.

अचानक उल्टी दौड़ने लगी मालगाड़ी...रेलवे बिल्डिंग में ही जा घुसी

આ અકસ્માત કેવી રીતે બન્યો?

આ ઘટના સવારે સાડા છ વાગ્યેની છે. રતલામ સ્ટેશન નજીક બાહ્યમાં માલ પૂરો પડતી માલગાડી ટ્રેન પતા પર ઉભી હતી, અને તે અચાનક ઉંધી દોડવા લાગી હતી. જેને કરને તેના ત્રણ કોચ પાટા  પરથી ખડી પડ્યા હતા. વીજ પોલ પણ તૂટી ગયો હતો અને  આ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલવે સ્ટેશનની માલગાડી એક કેબીન સાથે ટકરાઈ હતી.

अचानक उल्टी दौड़ने लगी मालगाड़ी...रेलवे बिल्डिंग में ही जा घुसी

તાત્કાલિક રેલ્વેની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

ગુડ્ઝ ટ્રેનને પાટા પરથી ઉતારવાની માહિતી મળતાની સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીથી લઈને રાહત ટીમ સુધીની સંપૂર્ણ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સ્થળે બધું બરાબર થયા પછી રેલ ટ્રાફિક સામાન્ય કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.