Not Set/ નીંદ્રાધીન પરિવારના ઘરમાં એવું તો કોણ ઘુસી આવ્યું કે જેને જોઇને ઉડી ગયા હોશ

પીલભીત ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં વિધિપુર વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે એવુ તો શું થયું કે પરિવારના લોકોના રાત્રે એક વાગ્યે હોશ ઉડી ગયા.પીલીભીતના વિધિપુર વિસ્તારમાં રહેતા. ભોલેરામ જ્યારે પોતાના ચાર દીકરા અને એક દીકરી સાથે રાત્રે ખેતરમાં સુઈ રહ્યા હતા ત્યારે અચાનક રાત્રે એક વાગ્યે ઘરમાં અવાજ થયો હતો. ભોલેરામે આંખ ખોલીને જોયું તો તેની ઉંઘ ઉડી […]

India

પીલભીત

ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં વિધિપુર વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે એવુ તો શું થયું કે પરિવારના લોકોના રાત્રે એક વાગ્યે હોશ ઉડી ગયા.પીલીભીતના વિધિપુર વિસ્તારમાં રહેતા. ભોલેરામ જ્યારે પોતાના ચાર દીકરા અને એક દીકરી સાથે રાત્રે ખેતરમાં સુઈ રહ્યા હતા ત્યારે અચાનક રાત્રે એક વાગ્યે ઘરમાં અવાજ થયો હતો.

ભોલેરામે આંખ ખોલીને જોયું તો તેની ઉંઘ ઉડી ગઇ હતી.તેના ઘરમાં એક વાઘણ આવી ચડી હતી અને પરિવારમાં લોકો સાથે બિંદાસ્ત સુઇ ગઇ હતી.વાઘણને જોઇને ભોલેરામ અને તેનો પરિવાર ઘરની બહાર દોડી આવ્યા અને તેમના પડોશીને જાણ કરતા આજુબાજુ માંથી લોકોની ભીડ જામી ગઈ હતી. ત્યાર બાદ એસપી અને વન વિભાગને જાણ કરી હતી

ભોલેરામે જાણાવ્યું હતું કે તેના ઘરમાં જવા માટે એક રસ્તો ખુલ્લો હતો ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા પીલીભીત ટાઇગર રિઝર્વથી વાઘણ આવી ગઇ હશે. વન સંરક્ષક (બરેલી સર્કલ) વી કે સિંહએ જણાવ્યું હતું કે આ વાઘણને પંડારી અને બકૈનિયા ગામની પાસે જોઇ હતી. તેની ભાળ મેળવવા માટે રવિવારના રોજ વન વિભાગના બે અધિકારીઓને મોકલ્યા હતા પરંતુ વાઘણ ત્યાંથી બચી નીકળી ગઈ હતી. આ વાઘણ ૩ વર્ષની હોવાનું માનવામાં અઆવી રહ્યું છે.

મહત્વનું છે કે આ વાઘણને ભોલે રામના ઘરમાંથી વન વિભાગ દ્રારા વાઘણને જાળ બિછાવી પકડી પાડી હતી. મામલે કોઈને પણ જાનહાની થઈ નથી.