WHO/ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા WHO આંતરરાષ્ટ્રીય નિયમોમાં સુધારા કરશે

વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા વધુ વ્યાપક “સંધિ” અપનાવવાની યોજનાઓ પર સંમત થવામાં નિષ્ફળ થયા પછી WHOએ આ વર્ષે તેની છ-દિવસીય વર્લ્ડ હેલ્થ….

Trending World

Geneva: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના સભ્ય દેશોએ શનિવારે કોવિડ -19 અને એમપોક્સ જેવા વૈશ્વિક રોગચાળા(મહામારી)નો સામનો કરવા માટે વૈશ્વિક તૈયારીઓને પહોંચી વળવા માટે નવા પગલાંને મંજૂરી આપી છે અને એક વ્યાપક સંધિ પર સંમત થવા માટે નવી સમયમર્યાદા નક્કી કરી છે. WHOએ જણાવ્યું હતું કે, દેશો આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (International Health Rule) માં સુધારો કરવા સંમત થયા છે.

વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા વધુ વ્યાપક “સંધિ” અપનાવવાની યોજનાઓ પર સંમત થવામાં નિષ્ફળ થયા પછી WHOએ આ વર્ષે તેની છ-દિવસીય વર્લ્ડ હેલ્થ એસેમ્બલિ સમાપ્ત કરી આ દિશામાં પગલું ભર્યું છે. WHOએ કહ્યું કે દેશો વર્ષના અંત સુધીમાં રોગચાળાનો સામનો કરવા માટેના કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવા સંમત થયા છે.

WHO ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, “IHR સુધારાની સફળતા દર્શાવે છે કે આપણા વિભાજિત વિશ્વમાં, દેશો(આપણે) હજી પણ ભેગા થઈ શકીએ છીએ.” ભૌગોલિક ધોરણે વ્યાપકપણે ફેલાય છે અથવા જેનું જોખમ અત્યંત ઊંચું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્પેનમાં મળી આવ્યો 3 હજાર વર્ષ જૂનો ખજાનો, પરગ્રહનો હોવાની પ્રબળ સંભાવના

આ પણ વાંચો: માત્ર 90 હજાર રૂપિયામાં ભારતીય પરિવારે સ્વિત્ઝર્લેન્ડની મુસાફરી કરી, જાણો કઈ રીતે

આ પણ વાંચો: ખોટા વચનો આપી બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો, ઠંડે કલેજે શિક્ષિકાએ હત્યા કરી; આ રીતે કેસ ઉકેલાયો