BJP અત્યારે ઈલેકશન મોડમાં સતત કામગીરી કરી રહી છે જેને લઈને સતત કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે.મહત્વનું છે કે સમાજના તમામ વર્ગ BJP સાથે જોડાય તેના માટે રાષ્ટ્રીય સ્તરે પણ સૂચન કરવમાં આવે છે સાથે જ મહિલાઓ પણ સક્રિય બને તેના માટે પીએમ મોદી સતત પ્રયાસ કરે છે.જેના ભાગ રૂપે બીજેપી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુબ ઓછા સમયમાં બીજી વખત ગુજરાત મુલાકાતે આવ્યા પરંતુ અને પ્રદેશની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હોવાની માહિતી સુત્રો તરફથી મળી રહી છે.

રાષ્ટ્રીય મહિલા મોરચના અધ્યક્ષ વનાથી શ્રીનાવાસ થોડા દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે પ્રદેશ મહિલા મોરચાના પદાધિકારીઓનો રીતસરનો ઉધડો લીધો હોવાની ચર્ચા સુત્રો કરી રહ્યા છે. તેની પાછળનું કારણ પીએમ અને રાષ્ટ્રીય સ્તરેથી આપવામાં આવતી સૂચનાને ઘોળીને પી જવી જી હા, આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે કે પીએમ મોદી દ્વારા JEM પોર્ટલ પર એવી મહિલાઓ કે જે ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી છે કે આર્ટ અને કળા સહિતની વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે તે JEM પોર્ટલ પર પોતાની પ્રોડક્ટ મુકે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે પીએમ દ્વારા વનાથી શ્રીનિવાસને દરેક જીલ્લા માંથી 200 મહિલાઓને જોડાવાનો ટાર્ગેટ આપેલો હતો જે સુચના રાષ્ટ્રીય સ્તરે દરેક પ્રદેશને આપી હતી.
જયારે વનાથી શ્રીનિવાસ ગુજરાત આવ્યા ત્યારે આ અંગે ફીડબેક માંગ્યો હતો અને આવી મહિલાઓ સાથે મુલાકાત કરવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પ્રદેશ મહિલા મોરચા દ્વારા રાજ્યભર માંથી ગણતરીના લોકોને જ જોડ્યા છે સાથે જ આવી મહિલાઓ સાથે મુલાકાત કરાવવામાં પણ નિષ્ફળ રહી હતી.

પ્રદેશ મોરચા દ્વારા ગાંધીનગરની મહિલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરાવી દીધી હતી જેને લઈને વનાથી શ્રીનાવાસે રીતસર ભડક્યા હતા અને પ્રદેશ મોરચાની નિષ્ક્રિયતા અંગે યોગ્ય જગ્યા પર પણ રજૂઆત પણ કરી હોવાનું સામે આવી રહ્યું છે. આમ પ્રદેશ મહિલા મોરચો મનસ્વી રીતે વર્તવા જાણે કે પંકાયેલો હોય એમ રાષ્ટ્રીય સ્તરની સૂચનાને ઘોળીને પિ રહ્યા છે અને પીએમના આદેશનું પણ ઉલંઘન કરવાથી નથી અચકાય રહ્યું હોવાની ચર્ચા કમલમમાં જ ચાલી રહી છે.
આ પણ વાંચો:ભાવનગરની સૌથી મોટી હોસ્પિટલમાં ગંદકીને કારણે દર્દીઓ પરેશાન
આ પણ વાંચો:ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી,59 બેઠકો માટે પ્રભારીઓની કરી
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ
