મંગળવારે સાઉદી અરેબિયામાં 38 વર્ષીય એંજ્લો ગ્રબિસિક દ્વારા લગાવેલો જમ્પ તેમની જીંદગીનો અંતિમ જમ્પ સાબિત થયો છે. આયોજિત કાર્યક્ર્મ પ્રમાણે, તે તેમનું પ્રિય એવું કાર્ય જમ્પ લગાવી રહ્યા હતા. આ તેમની જીંદગીનો અંતિમ જમ્પ સાબિત થયો છે. જેમ તેમનું મૃત્યુ થયું છે. ગ્રબિસિક (એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગ) એ સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં વિંગસુટ ડિઝાઇન ટીમની આગેવાની લીધી હતી. જુલાઈમાં તેમણે બ્રિટીશ વિંગ્સિટ ચેમ્પિયનનો તાજ પણ મળ્યો હતો.
એક નિવેદનમાં, તેના પરિવારે તેમને ‘અપવાદરૂપ પ્રતિભાશાળી’ તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘એન્જેલોએ પોતાનું જીવન વિંગસૂટ બેસ જમ્પિંગ કરતા ગુમાવ્યું છે, જેને તે ખૂબ જ પ્રેમ કરતા હતા. તેની સિદ્ધિઓ અને મહત્વાકાંક્ષાઓ વિશ્વભરમાં જાણીતી થશે અને તેણે આપણા બધાના જીવનમાં જે આનંદ છોડ્યો છે તેની ઉજવણી પણ કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું, ‘એન્જેલોએ તેને મળનારા અને તેની સાથે કામ કરતા દરેક વ્યક્તિના હૃદય અને દિમાગમાં સ્થાન બનાવ્યું હતું.’
સાઉધમ્પ્ટન યુનિવર્સિટીએ કહ્યું કે, ‘અમે એન્જેલોના મૃત્યુથી ઘેરા દુ:ખી અને શોકમગ્ન છીએ. અને આ સમયે અમાર વિચારો તેમના પરિવાર સાથે છે. તેમણે કહ્યું, “એન્જેલોએ અંતરિક્ષને ધ્યાનમાં રાખી ને યુનિવર્સિટી સંશોધન માટે ઘણા પ્રાયોગિક યોગદાન આપ્યા હતા અને તેઓ તેમના વિદ્યાર્થીઓ અને સાથીદારોમાં ખૂબ લોકપ્રિય હતા.”

2015 માં ડો.ગ્રેબિસિકે યુનિવર્સિટીમાં Icarus પ્રોજેક્ટની સ્થાપના કરી. આ પ્રયાસ એક વિંગ્સ્યુટ ડિઝાઇન કરવાનો હતો, જેને સલામતીના ક્ષેત્રમાં સુધારણા તરીકે જોવામાં આવ્યો હતો. પક્ષીઓની જેમ ઉડતી વખતે સલામતીને લગતી કોઈ સમસ્યા ના નડે તે માટે તેથી વિંગસુટ ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
અગાઉ તેણે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી બંને માટે અવકાશયાનના પ્રોપલ્શન પર કામ કર્યું હતું, અને 2018 માં યુરોપિયન સ્પેસ એજન્સીના BepiColombo મિશન માટે સલાહકાર ઇજનેર હતા. એક નિવેદનમાં વિદેશ કચેરીએ જણાવ્યું છે કે, ‘અમારા કોન્સ્યુલર સ્ટાફ સાઉદી અરેબિયામાં મૃત્યુ બાદ બ્રિટીશ વ્યક્તિના પરિવાર સાથે ઉભા છે, અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
