એક એવી સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. એક માતાએ તેમના બે બાળકોને પંખા પર લટકાવી દીધા.
માતાએ જે બે બાળકોની હત્યા કરી છે તેમાંથી એક બાળક માત્ર 4 મહિનાનું હતું અને બીજું બાળક સાડા ત્રણ વર્ષનું હતું. જ્યારે મહિલાનો પતિ ડ્યૂટી પૂરી કરીને ઘરે પહોંચ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પતિ કોઈક રીતે ઘરનો દરવાજો તોડી અંદર પહોંચ્યો અને દરવાજો ખોલતાંની સાથે જ તેની આંખો ફાટી ગઈ. અંદરનું દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું.

પ્રજ્ઞાચક્ષુ સ્કૂલમાં એકસાથે 25 બાળકો અને 4 કર્મચારીને કોરોના પોઝિટીવ, વાલીઓમાં ચિંતા
બે બાળકોને પંખા પર લટકાવી દીધા
આ ઘટના દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લાના શકુરપુર વિસ્તારમાં બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહેલા મહિલાએ તેના બે નિર્દોષ બાળકોને પંખા પર લટકાવીને મારી નાખ્યા. બાદમાં તેણે પોતાનેજ પંખાથી લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે મહિલા અને બાળકો સિવાય અન્ય કોઈ ઘરમાં નહોતું. મહિલાનો પતિ કામ પર ગયો હતો.
આ પરિવાર મૂળ બિહારના મધુબની જિલ્લાનો રહેવાસી છે. પરિવાર શકુરપુરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક મહિલાના પતિનું નામ કિશોર છે. કિશોર એક ઢાબામાં કામ કરે છે. મહિલાનું નામ સવિતા દેવી હતું. કિશોરના મોટા પુત્રનું નામ આદિત્ય હતું અને 4 મહિનાની માસૂમ પુત્રીનું નામ નાંશિકા હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલા અને બંને બાળકોનો મૃતદેહ લીધો હતો અને બાદમાં ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
