Scam Alert/ ના OTP, ના તો બેક ડિટેલ, છતાં મહિલાના બેંક ખાતામાંથી 5 લાખની થઈ ચોરી

સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલા સાથે લગભગ 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. મહિલાના બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા ખૂબ જ ચાલાકીથી ઉપાડી લેવામાં આવ્યા હતા. મહિલાએ જણાવ્યું છે કે તેણે ન તો તેની બેંક વિગતો કોઈની સાથે શેર કરી છે અને ન તો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તેનો OTP શેર કર્યો છે. ચાલી તમને તેના વિશે જણાવીએ.

Tech & Auto
બેંક

દરરોજ સાયબર કૌભાંડના નવા કેસો વાંચવા મળી રહ્યા છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. ખૂબ જ ચતુરાઈથી તેઓ પીડિતાની બેંક ની વિગતો અને OTP વગેરેનો ઉપયોગ કરી લે છે. આજે અમે એક અનોખા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં પીડિતાએ ન તો બેંકમાંથી મળેલો OTP શેર કર્યો અને ન તો બેંક ની વિગતો શેર કરી.

વાસ્તવમાં, ચંદીગઢથી એક નવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા સાથે 5 લાખ રૂપિયાની બેંક છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ઠગ્સે તેના ક્રેડિટ કાર્ડમાંથી આ રકમની ચોરી કરી છે. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે કે તેના HDFC બેંક ના ક્રેડિટ કાર્ડમાંથી 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી 4.95 લાખની રકમના ત્રણ અજાણ્યા વ્યવહારો થયા હતા. આ વ્યવહાર 31 ઓક્ટોબરે થયો હતો.

ટ્રાવેલ પોર્ટલ પર કર્યા બે પેમેન્ટ  

પોલીસે જણાવ્યું છે કે સાયબર ઠગએ મહિલાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટ્રાવેલ પોર્ટલ પર બે પેમેન્ટ કર્યા છે. નોંધનીય વાત એ છે કે મહિલાએ જણાવ્યું કે તેણે ન તો પોતાની બેંક ની વિગતો કોઈની સાથે શેર કરી છે અને ન તો કોઈની સાથે OTP વગેરે શેર કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

સાયબર ફ્રોડથી કેવી રીતે રહેવું સુરક્ષિત? 

સાયબર કૌભાંડ અથવા સાયબર છેતરપિંડીથી પોતાને બચાવવા માટે, એ મહત્વનું છે કે તમે તમારી બેંક વિગતો અને બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો કોઈની સાથે શેર કરશો નહીં.

કોઈ અજાણી વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવેલ કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. આ લિંક તમારા ફોનમાં જાસૂસી એપ્સ ઇન્સ્ટોલ કરી શકે છે અને બેંક વિગતો ચોરી શકે છે. ઘણા સ્કેમર્સ મોબાઇલનો રિમોટ એક્સેસ લે છે.



આ પણ વાંચો:aadhaar card/આધાર કાર્ડ બનાવવા નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, હવે ફિંગરપ્રિન્ટ નહીં હોય તો….

આ પણ વાંચો:LTE smartwatch/બોટે પહેલી LTE સ્માર્ટવોચ લોન્ચ કરી,આ સ્માર્ટવોચ Jio eSIM સાથે કામ કરશે

આ પણ વાંચો:Scam Alert/જો તમે કેબનો ઉપયોગ કરો છો, તો થઇ જાઓ સાવધાન !  કેમ કે તમારી સાથે થઇ રહ્યો છે આ ખતરનાક સ્કેમ