Not Set/ વેનેઝુએલામાં મોંઘવારી દર થશે ૧૦ લાખ ટકા, દર ૧૮માં દિવસે ભાવ થઇ રહ્યા છે બમણા

ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF) દ્વારા દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાની મોંઘવારીને લઈને એક મોટી વાત કહી છે. જે રીતે ત્યાં મોંઘવારી વધી રહી છે એ મુજબ આ મોંઘવારીનો દર આ વર્ષના અંત સુધીમાં ૧૦ લાખ ટકાએ પહોચી જશે. વેનેઝુએલાની મોંઘવારીના વધવા પાછળની આ આશંકાનું મોટું કારણ એ છે કે, વેનેઝુએલાની સરકાર જે વિપુલ માત્રામાં નોટો છાપી […]

World

ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF) દ્વારા દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાની મોંઘવારીને લઈને એક મોટી વાત કહી છે. જે રીતે ત્યાં મોંઘવારી વધી રહી છે એ મુજબ આ મોંઘવારીનો દર આ વર્ષના અંત સુધીમાં ૧૦ લાખ ટકાએ પહોચી જશે.

વેનેઝુએલાની મોંઘવારીના વધવા પાછળની આ આશંકાનું મોટું કારણ એ છે કે, વેનેઝુએલાની સરકાર જે વિપુલ માત્રામાં નોટો છાપી રહી છે જેથી બજેટને પૂરું કરી શકાય.

આ અસરનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, વેનેઝુએલામાં એક યુનિવસીર્ટી પ્રોફેસરને પોતાના બુટને રીપેર કરાવા માટે ચાર મહિનાની સેલેરીના બરાબર ૨૦ અરબ બોલીવર (લગભગ ૪ લાખ રૂપિયા) આપવા પડ્યા છે.

IMFના પશ્ચિમ ભાગના અધ્યક્ષ અલેઝાંદ્રો વર્નરે વેનેઝુએલાની આ આભ આંબતી મોંઘવારીની સરખામણી ૧૯૨૩ના જર્મની અથવા ૨૦૦૦ના દશકના અંતમાં ઝિમ્બાબ્વેની મોંઘવારી સાથે કરી છે.

તેઓએ કહ્યું હતું કે, ૨૦૧૮માં વેનેઝુએલાની અર્થવ્યવસ્થા ૧૮% ઘટવાનું અનુમાન છે. તેલ ઉત્પાદનમાં ભારે નુકશાનને કારણે લગાતાર ત્રીજા વર્ષે ત્યાની ઈકોનોમી બે અંકોમાં ઘટવાની છે.

આ ઉપરાંત વર્નરે એક બ્લોગમાં લખ્યું છે કે, ‘આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો, હાઇપર ઇન્ફલેશન અને સાર્વજનિક વસ્તુઓના પ્રાવધાનમાં સતત વધતી ગડબડી સાથે સાથે સબસીડી વાળા અનાજના ઘટાડાના કારણે મોટા પ્રમાણમાં વિસ્થાપન થઇ રહ્યું છે, જેની પાડોશી દેશો પર વધુ અસર થશે.’

મહત્વનું છે કે, એક તરફ સેંકડો નાગરિક ભૂખ અને વધતી મોંઘવારીની ત્રાહિમામ પોકારીને દેશ છોડી રહ્યા છે, તો બીજી બાજુ પ્રેસિડેન્ટ નિકોલસ મદુરોનું કહેવું છે કે, દેહ અને વિદેશોમાં એમના રાજનૈતિક વિરોધીઓ દ્વારા છેડાયેલા આર્થિક યુદ્ધને કારણે આ સંકટ ઉભો થયો છે.

આ છે વેનેઝુએલાની હાલત

દેશની કુલ નિકાસમાં ૯૬% હિસ્સો માત્ર તેલનો છે. તેલના ભાવ ઘટવાના કારણે ત્યાની આર્થિક સ્થિતિ બગડી રહી છે. ચાર વર્ષ પહેલા તેલની કિંમત છેલ્લા ૩૦ વર્ષના સૌથી નીચલા સ્તર પર આવી ગઈ હતી.

આ નાણાકીય સંકટને કારણે સરકાર સતત નોટ છાપી રહી છે, જેને કારણે હાઇપર ઇન્ફલેશનની સ્થિતિ પેદા થઇ છે અને ત્યાનું ચલણ બોલીવરની કિમતમાં ઘટાડો થઇ રહ્યો છે.