પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એકસપ્રેસ ટ્રેનમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં અત્યાર સુધીમાં 65 મુસાફરોનાં મોત નીપજ્યાં છે જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી છે. અને રાહત બચાવ કામગીરી શરૂ કરી છે. જો કે, હજી સુધી તે જાણી શકાયું નથી કે ટ્રેનમાં આગ કેવી રીતે લાગી.
Pakistan: Death toll rises to 16, in incident where fire broke out in Karachi-Rawalpindi Tezgam express train in Liaqatpur near Rahim Yar Khan today. pic.twitter.com/wDmxPfN6gh
— ANI (@ANI) October 31, 2019
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ગુરુવારે સવારે રહીમ યાર ખાન રેલ્વે સ્ટેશન નજીક લિયાકતપુર પાસે પહોંચી હતી કે ટ્રેનના કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે મુસાફરોને બચવાનો મોકો પણ મળી શક્યો ન હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત થયો તે સમયે મુસાફરો ટ્રેનમાં સૂઈ રહ્યા હતા. આગને કારણે અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવામાં મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
