Not Set/ અમેરિકાએ ભારતમાંથી ચોરી કરેલી બે પ્રાચીન ૨,૨૫,૦૦૦ ડોલર કિંમતની મૂર્તિ કરી પરત

ન્યુયોર્ક અમેરિકન મ્યુઝીયમમાં પ્રદર્શિત ભારતથી ચોરેલી હજારો ડોલરની બે પ્રાચીન મૂર્તિ અમેરિકાએ ભારતને પરત કરી છે. આ મૂર્તિની હાલની કિંમત ૨,૨૫,૦૦૦ ડોલર આંકવામાં આવી છે. આ મૂર્તિમાંથી પહેલી મૂર્તિ ૧૨મી સદીની  લીન્ગોધભવ મૂર્તિ છે. આ ઐતિહાસિક મૂર્તિ ચૌલ કાળની ભગવાન શિવની મૂર્તિ છે. મૂર્તિ ગ્રેફાઇટમાંથી બનેલી છે. આ મૂર્તિને તમિલનાડુમાંથી ચોરવામાં આવી હતી અને અલબામાના […]

World

ન્યુયોર્ક

અમેરિકન મ્યુઝીયમમાં પ્રદર્શિત ભારતથી ચોરેલી હજારો ડોલરની બે પ્રાચીન મૂર્તિ અમેરિકાએ ભારતને પરત કરી છે. આ મૂર્તિની હાલની કિંમત ૨,૨૫,૦૦૦ ડોલર આંકવામાં આવી છે.

આ મૂર્તિમાંથી પહેલી મૂર્તિ ૧૨મી સદીની  લીન્ગોધભવ મૂર્તિ છે. આ ઐતિહાસિક મૂર્તિ ચૌલ કાળની ભગવાન શિવની મૂર્તિ છે. મૂર્તિ ગ્રેફાઇટમાંથી બનેલી છે. આ મૂર્તિને તમિલનાડુમાંથી ચોરવામાં આવી હતી અને અલબામાના બર્મિઘમ મ્યુઝીયમમાં રાખવામાં આવી હતી. બીજી મૂર્તિ મંજુશ્રીની છે. આ મૂર્તિ ૧૨મી સદીની છે. આ મૂર્તિને સોનાથી રંગવામાં આવી છે અને મૂર્તિના હાથમાં તલવાર છે. વર્ષ ૧૯૮૦ના દાયકામાં બિહારના બોધગયા નજીક એક મંદિરમાંથી આ મૂર્તિને ચોરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે હાલ આ મૂર્તિની કિંમત ૨,૭૫,૦૦૦ ડોલર છે.

મંગળવારે ન્યૂયોર્કના કોન્સ્યુલેટ ખાતે યોજાયેલી એક ઇવેન્ટમાં મેનહટન જિલ્લાના  કલા સાયરસ વાન્સ જુનિયર દ્વારા ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીને આ શિલ્પોને સોંપવામાં આવ્યા હતા. ચક્રવર્તીએ આ પ્રયાસની પ્રશંસા કરી છે.