Not Set/ માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી મનોવાંછીત ફળપ્રાપ્તિ થાય છે

માતા બ્રહ્મચારિણીની પૂજાથી જ્ઞાન, સદાચાર, લગન, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી

Dharma & Bhakti

શારદીય નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે.

માતા બ્રાહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. જેના ફળસ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત્ પત્ની બની. જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધુ પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિભાવ જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. દેવી બ્રહ્મચારિણી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા અર્થાત કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે. મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધનના વિપરીત છે. એટલે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું. યોગશાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે.

તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી દેવી. માતાના હાથોમાં અક્ષ માળા અને કમંડળ હોય છે. માતા બ્રહ્મચારિણીની પૂજાથી જ્ઞાન, સદાચાર, લગન, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી. માતા બ્રહ્મચારિણીની ભક્તિથી લાંબી આયુનું વરદાન પ્રાપ્ત થાય છે.

માતા બ્રમચારિણીની પૂજામાં માતાને ફૂલ, અક્ષત, રોલી, ચંદન વગેરે અર્પણ કરો. તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મિઠાઈઓનો ભાગ લગાવો. ત્યારબાદ પાન, સોપારી, લવિંગ અર્પિત કરો. કહેવાય છે કે માતાનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે.

જે વ્યક્તિ ભક્તિ ભાવ તથા શ્રદ્ધાથી દુર્ગા પૂજાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તેમને સુખ, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને મન પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે, તથા જીવનની અનેક સમસ્યાઓ તથા પરેશાનીઓનો નાશ થાય છે.