ક્રિકેટ/ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ યુનુસ ખાને પદ છોડવાનો નિર્ણય લીધો

પાકિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે પદ છોડતા યુનુસખાન

Sports

પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ યુનુસ ખાને પદ છોડવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને યુનિસ ખાને આ નિર્ણય પરસ્પર સંમતિથી લીધો છે. ગત નવેમ્બરમાં યુનિસ ખાનની બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. યુનુસ ખાનને બે વર્ષનો કરાર આપવામાં આવ્યો હતો અને તે 2022 ટી -20 વર્લ્ડ કપ સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. પીસીબીના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને કહ્યું કે, યુનિસ ખાન જેવા અનુભવી વ્યક્તિનું પદ છોડવું દુ ખદ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે  ‘યુનુસ ખાન જેવા દિગ્ગજ અને અનુભવી નિષ્ણાતનું પદ છોડવું એ દુ :ખદ  છે. સતત ચર્ચા કર્યા પછી, પીસીબી અને યુનુસ ખાન આ નિર્ણય માટે સંમત થયા છે. પાકિસ્તાન  ટીમના બેટિંગ કોચ તરીકે ટૂંકા ગાળાના યોગદાન માટે અમે યુનુસ ખાનનો આભાર માનીએ છીએ. અમને આશા છે કે તે યુવા ક્રિકેટરોની મદદ માટે પીસીબીમાં જોડાવાનું ચાલુ રાખશે.

પીસીબી અને યુનુસખાને આ મામલે કોઈ નિવેદન ન આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન રાષ્ટ્રીય ટીમ બેટિંગ કોચ વિના ઇંગ્લેન્ડના પ્રવાસ પર રવાના થશે. બેટિંગ કોચ તરીકે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમ સાથે કોણ જોડાશે  તેનો નિર્ણય લેવામાં આવશે. 25 જૂનથી 20 જુલાઈ સુધી પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર રહેશે, જ્યાં તેમને ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે અને ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે.  પાકિસ્તાનની ટીમનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ 21 જુલાઈથી 24 ઓગસ્ટ દરમિયાન થશે. પાકિસ્તાનની ટીમે વેસ્ટ ઇન્ડીઝમાં પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટ મેચ રમવાની છે.