અંબાજીઃ અમીરગઢ પોલીસે શુક્રવારની સવારે ત્રણ શખસને નવી રૂ. 2000 ના દરની કુલ 56 લાખની રકમ સાથે યુપીના ત્રણ શખસને ઝડપી લીધા હતા. જિલ્લા પોલીસવડાની સૂચનાથી ગુજરાત-રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર અમીરગઢ ચેકપોસ્ટ ખાતે પીએસઆઇ કે.વાય. વ્યાસ, સ્ટાફના રૂપાભાઇ, મકસુદખાન, રમેશભાઇ સાથે આવતા-જતા વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા.
. ત્યારે શુક્રવારે સવારે રાજસ્થાન તરફથી આવતી હ્યુન્ડાઇ કાર નં. યુપી-86-યુ-0002 ને રોકાવી હતી અને તેમાં તલાસી લેતાં કારના પાછળની સીટમાં પડેલ બેગની તપાસ કરતાં બેગમાંથી ચલણમાં આવેલી નવી ચલણી રૂ. 2000 ના દરની કુલ રૂ. 56 લાખ રૂપિયા મળી આવ્યા હતા.
પોલીસ પણ નવી કરન્સી જોઇને ચોંકી ઉઠી હતી. જ્યારે પોલીસે કારની કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 64 લાખનો મુદ્દામાલ કબજે લઇ કારમાં સવાર ત્રણેય શખસોની અટકાયત કરી કાયદેસરની કાર્વયાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર આ ત્રણે શખસો યુપીથી અમદાવાદ જઇ રહ્યા હતા અને વેપારી હોવાનું માલૂમ પડ્યું છે.