Not Set/ અફઘાનિસ્તાનના આરોગ્ય પ્રધાન કોરોનાગ્રસ્ત, સરકારની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો

 વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે. વાયરસ તમામ વર્ગના લોકોને  પોતાની ચપેલમાં લઇ રહ્યો છે. યુ.એસ.ના  વ્હાઇટ હાઉસમાં પણ કોરોનાથી ચેપના બે કેસ નોંધાયા છે. હવે  તે અફઘાનિસ્તાનમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર  આરોગ્ય પ્રધાનનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અફઘાનના આરોગ્ય મંત્રાલયે શુક્રવારે પુષ્ટિ કરી છે કે આરોગ્ય પ્રધાન ફિરોઝુદ્દીન […]

World

 વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે. વાયરસ તમામ વર્ગના લોકોને  પોતાની ચપેલમાં લઇ રહ્યો છે. યુ.એસ.ના  વ્હાઇટ હાઉસમાં પણ કોરોનાથી ચેપના બે કેસ નોંધાયા છે. હવે  તે અફઘાનિસ્તાનમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર  આરોગ્ય પ્રધાનનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અફઘાનના આરોગ્ય મંત્રાલયે શુક્રવારે પુષ્ટિ કરી છે કે આરોગ્ય પ્રધાન ફિરોઝુદ્દીન ફિરોઝ કોરોના પરીક્ષણમાં ચેપ લાગ્યો છે. તે જ સમયે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 215 દર્દીઓના આગમન સાથે, કોરોના ચેપગ્રસ્તની સંખ્યા ત્રણ હજાર સાતસો કરતાં વધી ગઈ છે. કોરોનાથી અફઘાનિસ્તાનમાં પણ સોથી વધુ લોકોના મોત નીપજ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ બે લાખ 70 હજારથી વધુ અફઘાન નાગરિકો ઈરાનથી સ્વદેશ પરત ફર્યા છે. આનાથી અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં ચેપ અને આરોગ્યના માળખાને બગડવાનું જોખમ રહેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, , Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.