Not Set/ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી

વીતેલા જમાનાના મશહુર અભિનેતા દિલીપકુમારની તબિયત અચાનક બગડતાં તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યા છે. તેમને કિડનીની બીમારી હોવાનું ડોકટરોએ જણાવ્યું છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે તેમની હાલત સ્થિર છે અને હાલ તેમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. કિડનીની સમસ્યા ઉપરાંત તેમને ડિહાઇડ્રેશનની પણ તકલીફ થઇ ગઇ છે, જેની અસર તેમના શરીરના બીજાં […]

Entertainment

વીતેલા જમાનાના મશહુર અભિનેતા દિલીપકુમારની તબિયત અચાનક બગડતાં તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યા છે. તેમને કિડનીની બીમારી હોવાનું ડોકટરોએ જણાવ્યું છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે તેમની હાલત સ્થિર છે અને હાલ તેમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. કિડનીની સમસ્યા ઉપરાંત તેમને ડિહાઇડ્રેશનની પણ તકલીફ થઇ ગઇ છે, જેની અસર તેમના શરીરના બીજાં અંગો પર થઇ રહી છે.દેવદાસ અને મોગલે આઝમ જેવી ફિલ્મમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતા દિલીપકુમાર હવે 94 વર્ષના થઈ ગયા છે.