Not Set/ અમદાવાદ/ છોકરા દ્વારા ફોન પર બદનામ કરવાની ધમકી અપાતા સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અમદાવાદ શહેરમાં છોકરાઓ તેમની રોમિયયોગીરી બતાવ માંથી બાજ નથી આવી રહ્યા. શહેરમાં દીકરીઓ લોકડાઉનમાં પણ તેમના ઘરે હોવા છતાં પણ સુરક્ષિત નથી. લોકડાઉન દરમિયાન અમદાવાદના ઘોડાસરમાં રહેતી 19 વર્ષની સગીરાએ એક રોમિયો ફોન પર વાત કરવા દબાણ કરી રહ્યો હતો અને સાથે સાથે ધમકી પણ આપી રહ્યો હતો કે જો તું મારી સાથે વાત નહીં […]

Ahmedabad Gujarat
ffca16360e6b454c4138727e5a25919e અમદાવાદ/ છોકરા દ્વારા ફોન પર બદનામ કરવાની ધમકી અપાતા સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
ffca16360e6b454c4138727e5a25919e અમદાવાદ/ છોકરા દ્વારા ફોન પર બદનામ કરવાની ધમકી અપાતા સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અમદાવાદ શહેરમાં છોકરાઓ તેમની રોમિયયોગીરી બતાવ માંથી બાજ નથી આવી રહ્યા. શહેરમાં દીકરીઓ લોકડાઉનમાં પણ તેમના ઘરે હોવા છતાં પણ સુરક્ષિત નથી. લોકડાઉન દરમિયાન અમદાવાદના ઘોડાસરમાં રહેતી 19 વર્ષની સગીરાએ એક રોમિયો ફોન પર વાત કરવા દબાણ કરી રહ્યો હતો અને સાથે સાથે ધમકી પણ આપી રહ્યો હતો કે જો તું મારી સાથે વાત નહીં કરે તો હું તારા પરિવારને બદનામ કરી દઈશ. રોજ રોજ ધમકી સાંભળીને કંટાળેલી સગીરાએ તેના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી લીધું હતું.

જણાવીએ કે  અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતી સગીરાએ એક છોકરો ફોન પર અવારનવાર તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો અને જ્યારે સગીરાએ તેના સાથે વાત કરવાની ના પડી તો તેને સગીરાને ધમકી આપવાનું શરુ કર્યું હતું. ધમકીથી ડરી ગયેલી સગીરાએ તેના માતા-પિતાની ઇજત બની રહે તે માટે તેના જ ઘરે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

દીકરીના આપઘાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.