Not Set/ અમારે ભ્રષ્ટાચાર સામે લડવું છે, અને વિરોધ પક્ષને સંસદ ઠપ કરવી છેઃ PM મોદી

કાનપુરઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં જનતાને સંબોધન કરતા મોદીએ કૉંગ્રેસની યુપીએ સરકાર પર પ્રહાર કરાત જણાવ્યુ હતું કે, અમારી સરકાર ભ્રષ્ટાચાર, કાળાનાણાં સામે લડાઇ લડી રહી છે. સરકારનો એજેન્ડા ભ્રષ્ટાચાર સામે લડાઇ લડવાનો છે. પરંતુ વિરોધ પક્ષો સંસદ નહિ ચાલવા દઇને તેમનો એજેન્ડ દેખાડી રહ્યા છે. વિરોધ પક્ષો ચર્ચાથી ભાગી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિએ પણ દેશની સંસદ […]

Uncategorized

કાનપુરઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં જનતાને સંબોધન કરતા મોદીએ કૉંગ્રેસની યુપીએ સરકાર પર પ્રહાર કરાત જણાવ્યુ હતું કે, અમારી સરકાર ભ્રષ્ટાચાર, કાળાનાણાં સામે લડાઇ લડી રહી છે. સરકારનો એજેન્ડા ભ્રષ્ટાચાર સામે લડાઇ લડવાનો છે. પરંતુ વિરોધ પક્ષો સંસદ નહિ ચાલવા દઇને તેમનો એજેન્ડ દેખાડી રહ્યા છે. વિરોધ પક્ષો ચર્ચાથી ભાગી રહ્યા છે.

દેશના રાષ્ટ્રપતિએ પણ દેશની સંસદ નહિ ચાલવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. દેશના લોકોએ સમજવુ પડશે કે, સંસદ પહેલા પણ રોકવામાં આવતી હતી. ત્યારે વિરોધ પક્ષો ભ્રષ્ટાચાર વિરોધ લડાઇ લડતા હતા. ગોટાળાનો વિરોધ કરવામાં આવતો હતો આજે પહેલી વાર દેશમાં બેઇમાનોની મદદ કરવા માટે લોકો સંસદમાં વેલમાં આવીને સૂત્રો પોકારી રહ્યા છે. વિરોધ પક્ષો બેઇમાનોને બચાવવામાં લાગેલો છે. આજે દેશ બે ભાગમાં વહેંચાય ગયો છે. એક બાજુ મુઠ્ઠીભર નેતા જે ગોટાળા બાજોને બચાવવામાં લાગેલો છે. અને બીજી તરફ દેશની જનતા છે. જે ભ્રષ્ટાચાર અને કાળાનાંણાં સામેની લડાઇ લડી રહ્યા છે.

અગાઉની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના હક્કને છિનવ્યો છે. અમારી સરકાર ગરીબોને હક્ક આપવા માંગે છે. મધ્યમ વર્ગ અને ગરીબોને શોસણમાંથી બહાર કાઢવા માંગે છે.