કોરોના વાયરસનાં કારણે યુ.એસ. અને ચીન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. જેને લઇને હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે મોટો નિર્ણય લીધો છે. આ દરમિયાન અમેરિકાએ પોતાના દેશમાં ચાઇના એરલાઇન્સનાં વિમાનનાં ઉતરાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનનાં વિમાનો દ્વારા બંને દેશો વચ્ચે હવાઈ સેવા શરૂ કરવાની મંજૂરી ન મળતાં ટ્રમ્પ વહીવટીતંત્રએ મંગળવારે ચાઇનીઝ એરલાઇન્સની ફ્લાઇટ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
ચીની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ 16 જૂનથી અમલમાં આવશે. જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ આપે છે તો તે તેના પહેલા પણ અમલમાં આવી શકે છે. યુ.એસ. પરિવહન વિભાગે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે યુ.એસ. ને 1 જૂનથી પેસેન્જર સેવા ફરી શરૂ કરવા જણાવ્યું હતું. અમારી વિનંતીને ચીની સરકારે અસ્વીકારી અને મંજૂરી આપી નહી. આ બંને દેશોનાં હવાઈ પરિવહન કરારનું ઉલ્લંઘન છે, ત્યારબાદ યુ.એસ.એ આ નિર્ણય લીધો છે.
આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં કહેર બાદ યુએસ અને ચીન વચ્ચે તણાવ સર્જાયો છે. તેની અસર એ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ ચિની એરલાઇન્સનાં વિમાનોને યુ.એસ.માં ન જવા દેવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સે ચીનનાં એર ચાઇના, ચાઇના ઇસ્ટર એરલાઇન્સ, ચાઇના સાઉથ એરલાઇન્સ અને હેનન એરલાઇન્સ હોલ્ડિંગનાં વિમાનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ ચીને યુનાઇટેડ એરલાઇન્સ અને યુએસએની ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટને મંજૂરી આપી ન હોતી. યુનાઇટેડ સ્ટેટ્સે 1 જૂનથી કોરોના વાયરસને કારણે બંધ થયેલ આ એરલાઇન્સનાં વિમાન ફરી શરૂ કરવાની પરવાનગી માંગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
