Not Set/ અરવલ્લીમાં પોલીસે સત્તાનો કર્યો દૂરઉપયોગ

અરવલ્લીમાં પોલીસે સત્તાનો દૂરઉપયોગ કર્યો હોવાની ઘટના સામે આવી છે.ધનસુરાના કીડી ગામ નજીક અમોદારા પાસે મોડી રાત્રે પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં પ્રટ્રોલિંગ કરતાં હતાં.આ દરમિયાન ત્યાંથી પસાર થતી કારને પોલીસે રોકી હતી.અને અચાનક જ પોલીસકર્મીઓએ કારમાં સવાર લોકો પર હુમલો કર્યો હતો.જો કે કારમાં સવાર લોકો પોતાનો જીવ બચાવવા નજીકના ખેતરમાં કારને હંકારી હતી.તેમજ પોલીસકર્મીઓએ આ […]

Gujarat

અરવલ્લીમાં પોલીસે સત્તાનો દૂરઉપયોગ કર્યો હોવાની ઘટના સામે આવી છે.ધનસુરાના કીડી ગામ નજીક અમોદારા પાસે મોડી રાત્રે પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં પ્રટ્રોલિંગ કરતાં હતાં.આ દરમિયાન ત્યાંથી પસાર થતી કારને પોલીસે રોકી હતી.અને અચાનક જ પોલીસકર્મીઓએ કારમાં સવાર લોકો પર હુમલો કર્યો હતો.જો કે કારમાં સવાર લોકો પોતાનો જીવ બચાવવા નજીકના ખેતરમાં કારને હંકારી હતી.તેમજ પોલીસકર્મીઓએ આ રીતે અચાનક જ હુમલો કરતાં મામલો બિચકાયો હતો અને કારમાં સવાર લોકો રોષે ભરાયા હતા.મહત્વનું છે કે પોલીસકર્મીઓ નશામા ચકચૂર થઇને હુમલો કર્યો હતો કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.ત્યારે હવે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.