લોકડાઉન વચ્ચે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાતને લઇ સતત આજે ત્રીજા દિવસે નાણાંમંત્રી નિર્મલા સીતારમને જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, વડાપ્રધાને મત્સ્ય પાલન માટે વધુ 9000 કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. માછીમારી માટેનાવહાણો-સાધનો આપવામાં આવશે જેનાથી 55 લાખ માછીમારોને લાભ થશે. માછીમારોની બોટ અને સાધનોનો વિમો ઉતારવામાં આવશે. માછીમારોને તત્કાલિક નોકરીઓ આપવામાં આવશે, 55 લાખ લોકોને રોજગારી મળશે. 5 વર્ષમાં 70 લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.
મધુમાખી પાલન યોજના માટે 500 કરોડની જાહેરાત, 2 લાખ લોકોને લાભ થશે. હર્બલ અને મેડિસિન ખેતી માટે સરકારની જાહેરાત, 4 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગંગા કિનારે હર્બલ ખેતીના પ્લાંટ શરુ કરવામાં આવશે. પશુઓમાં 100 ટકા રસીકરણ કરાશે, તમામ રોગમાંથી મુક્તી અપાવવા માટે રસીકરણ કરાશે, તેના માટે 13 હજાર કરોડની ફાળવણી. જાનવરોનું રસીકરણ ન થતું હોવાને કારણે હાલ તેમને ફુટ એન્ડ માઉથ ડિસીસ થાય છે. જાન્યુઆરી 2020 સુધીમાં 1.5 કરોડ ગાય, ભેસોનું રસીકરણ કરવામાં આવ્યું છે, ગ્રીન ઝોનમાં આ કામ ચાલુ છે.
560 લાખ લીટર દૂધ લૉકડાઉન દરમિયાન ડેરી કોઓપરેટિવ સોસાયટી દ્વારા ખરીદવામાં આવ્યું છે. લૉકડાઉનમાં દૂધની માંગ 20 થી 25 ટકા ઘટી છે.
લોકડાઉનમાં પીએમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કૃષિના પરંપરાગત ઢાંચા માટે એક લાખ કરોડ સરકાર આપશે. ફૂડ એન્ટરપ્રાઈઝ માઈક્રો સાઈઝ માટે 10 હજાર કરોડ આપવામાં આવશે, જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી શકાશે.
એમએસપી અંતર્ગત 74 હજાર 300 કરોડની પાક ખરીદી કરવામાં આવી. કિસાન ક્રેકિટ કાર્ડ માટે 2 લાખ કરોડ રુપિયાની જાહેરાત કરવામાં આવી છે. શાકભાજી સ્ટોરેજ અને વહન માટે 50 ટકા સબસિડી અપાશે. ખેડૂતો માટે આજે વાત કરતા નાણાં મંત્રીએ કહ્યું કે, કોરોનાના સંકટ સમયમાં મોદી સરકારે ખેડૂતોની મદદ કરી છે અને લૉકડાઉનમાં પણ સરકારે ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે. ખેડૂત ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવાનું પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. લોકડાઉન દરમ્યાન ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 74,300 કરોડ રૂપિયાનો પાક ખરીદવામાં આવ્યો. ખેડૂતોને પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા અને પાક વીમા યોજનામાં 6,400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ સાથે 2 કરોડ ખેડૂતોને વ્યાજમાં સબ્સિડી આપવામાં આવી છે તેમ નાણાં મંત્રીએ આર્થિક પેકેજની ત્રીજી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.
ઓપરેશન ગ્રીન અંતર્ગત TOP એટલે કે ટામેટા, બટાકા, ડુંગળી યોજનામાં બાકીના શાકભાજીઓને પણ લાવવામાં આવી છે. TOP યોજના માટે 500 કરોડની જોગવાઈ છે.
ટ્રાન્સપોર્ટેશનમાં 50 ટકા સબસિડી આપવામાં આવશે. સંગ્રહ માટે 50 ટકા સબસિડી આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન
