બોલિવૂડનો શાનદાર એક્ટર સુશાંતસિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. અહેવાલ મુજબ તેણે મુંબઇનાં બાંદ્રા સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી. આ સમાચાર સાંભળીને સમગ્ર ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોકો હજુ પણ એવું માની શકતા નથી કે આવું કંઈક ખરેખર થયું છે.
સુશાંત સિંહ રાજપૂત અન્ય કલાકારો કરતા ઘણો અલગ હતો, તે હંમેશાં તેના ઇન્સ્ટાગ્રામ પર વિચિત્ર પોસ્ટ્સ શેર કરતો હતો. તમે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને આનો અંદાજ લગાવી શકો છો. સુશાંત તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા આવી વાતો કહેતો હતો. આ વાંચ્યા પછી, કોઈ પણ વ્યક્તિનાં મનમાં ચોક્કસપણે સવાલ આવશે કે આ દિવસોમાં સુશાંતનાં મગજમાં શું ચાલે છે?
તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતે તેની માતા સાથે ફોટો શેર કરતી વખતે એક વિચિત્ર વાત લખી હતી. આપને જણાવી દઈએ કે, સુશાંતની આ છેલ્લી પોસ્ટ છે, જે તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટ દ્વારા, તે તેની માતા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આ પોસ્ટ વાંચ્યા પછી, તમે તેની અંદરની પીડાને એક ક્ષણ માટે વાંચી શકો છો, તે તેની માતાને કેટલો મસિ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
