Not Set/ આમઆદમી પાર્ટી નહિ ઉતરે ગુજરાત વિધાનસભામાં

પંજાબ વિધાનસભા ચૂંટણી અને દિલ્હીના એમસીડી ચૂંટણીમાં મળેલી  હાર બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આપ પાર્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે નહીં. જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર ગુજરાતની ટીમ સાથે થયેલી બેઠકમાં ગુજરાતના સંગઠન પાસે […]

Uncategorized

પંજાબ વિધાનસભા ચૂંટણી અને દિલ્હીના એમસીડી ચૂંટણીમાં મળેલી  હાર બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આપ પાર્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે નહીં. જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર ગુજરાતની ટીમ સાથે થયેલી બેઠકમાં ગુજરાતના સંગઠન પાસે રિપોર્ટ માંગવામાં આવી હતી.આ બેઠકમાં ગુજરાત સાથે જોડાયેલા અનેક પદાધિકારીઓએ આ પ્રસ્તાવ આપ્યો હતો કે આપ ગુજરાતમાં કેટલીક સીટો પર જ ચૂંટણી લડવી જોઇએ. આપના સૂત્રોના કહેવા પ્રમાણે, પાર્ટી ગુજરાતમાં મજબૂતીથી ચૂંટણી લડવા લાયક સંગઠન બનાવી શકી નથી. સાથે પંજાબ અને દિલ્હીમાં થયેલી હાર બાદ પાર્ટીનું મનોબળ પણ તૂટી ગયું છે.આપ સૂત્રોના મતે હાલમાં ગુજરાતમાં આપ પાર્ટી માટે ચૂંટણી લડવા માટે અનુકુળ માહોલ અને પરિસ્થિતિઓ નથી. જોકે, ચૂંટણી ન લડવા પર અંતિમ નિર્ણય પાર્ટીની પીએસસીએ જ લેવાનો છે પરંતુ સૂત્રોના મતે પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી ન લડવાનું મન બનાવી ચૂકી છે.