Not Set/ આરે કોલોની કેેસ/ CM ઠાકરેએ પ્રદર્શનકારીઓ પર દાખલ કેસ પાછા ખેંચવાની કરી ઘોષણા

  મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે મેટ્રો કારશેડ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા તમામ લોકો પરથી કેસ હટાવવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ આરેની 800 એકર જમીનને જંગલની ભૂમિ તરીકે પણ ઘોષણા કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે શિવસેનાનાં રૂપમાં પહેલા પણ આ કારશેડનો વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે મેટ્રો કારશેડ કંજૂમાર્ગે શિફ્ટ […]

Uncategorized
a04e67afcf0809f5ae789c299cc8bc65 1 આરે કોલોની કેેસ/ CM ઠાકરેએ પ્રદર્શનકારીઓ પર દાખલ કેસ પાછા ખેંચવાની કરી ઘોષણા
 

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે મેટ્રો કારશેડ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા તમામ લોકો પરથી કેસ હટાવવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ આરેની 800 એકર જમીનને જંગલની ભૂમિ તરીકે પણ ઘોષણા કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે શિવસેનાનાં રૂપમાં પહેલા પણ આ કારશેડનો વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે મેટ્રો કારશેડ કંજૂમાર્ગે શિફ્ટ કરવામાં આવશે. આરેમાં કોઈ કારશેડ રહેશે નહીં. તેમણે કહ્યું કે, કંજૂમાર્ગ સરકારી જમીન છે, તેથી ત્યાં કારશેડ ટ્રાંસફર કરવાથી કોઈ વધુ ખર્ચ થશે નહીં.

મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે રાજ્યની તિજોરીનો એક પૈસો પણ બગાડવા નહીં દઈએ. તેમણે કહ્યું કે, આ માટે તેઓ આદિત્ય ઠાકરે, અજિત પવાર, બાલાસાહેબ થોરાટ, એકનાથ શિંદે, સુનિલ કેદાર અને મેટ્રો અધિકારીઓનો આભાર માનીઓ છીએ. તેમણે કહ્યું હતું કે હવે કારશેડ અંગેની તમામ પ્રકારની અનિશ્ચિતતા ખતમ થઈ ગઈ છે. ખેડૂતોનાં મુદ્દે ઠાકરેએ કહ્યું હતું કે, તેમની સરકારે શરૂઆતમાં 29.5 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. ખેડૂતોનાં બિલ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ હજુ પણ ખેડૂત બિલ પર મંથન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો આ બિલ ખેડૂતો માટે ફાયદાકારક નહીં બને તો અમે તેને સ્વીકારીશું નહીં પરંતુ જો તે સારું રહેશે તો અમે તેને સ્વીકારીશું. તેમણે કહ્યું કે અમે આ અંગે કૃષિ સંગઠનો અને નિષ્ણાતો સાથે વાત કરી રહ્યા છીએ અને પછી તે વિશે વાત કરીશું.

કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન પછીથી બંધ પડેલા જીમ અંગે, CM એ કહ્યું કે તેઓ જીમનાં માલિકો સાથે વાત કરી રહ્યા છે કે જીમ કેવી રીતે શરૂ કરવું? તેમણે કહ્યું કે, આ બાબત કોરોનાથી ઉદ્ભવતા સંજોગોથી સંબંધિત છે, તેથી ગંભીરતા સાથે વિચાર કરવો પડશે. ઠાકરેએ કહ્યું કે વિદેશમાં ફરીથી અમુક જગ્યાએ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, “હું ઇચ્છું છું કે તે અહીં ન થાય.. મારે હવે એવું કરવું નથી.” તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ લોકોએ વિચારવું પડશે કે તેઓને લોકડાઉન જોઈએ કે માસ્ક. CM એ કહ્યું, “અમે ફરીથી લોકડાઉન લાગુ કરવા માંગતા નથી. હું જાણું છું કે તમે બધા લોકો અમારા પર વિશ્વાસ કરો છો.” તેમણે કહ્યું, “બધા ધર્મોએ અમારા નિર્ણયો સ્વીકાર્યા અને તેથી જ અમે ધાર્મિક સ્થળોએ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છીએ.” મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ બેદરકાર ન બને અને ચેપને હળવો ન લે. બધા લોકોએ માસ્ક પહેરવાની જરૂર છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સજાગ અને સાવચેત રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.