Not Set/ આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનની માતાએ કર્યુ દેહદાન, આજે નિધન બાદ એઇમ્સમાં નેત્રદાન પૂર્ણ

દેશનાં આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનની માતાનું આજે દિલ્હીના એઈમ્સમાં નિધન થયું છે. તેમની માતાનાં મૃત્યુ પછી, તેમણે તેમની માતાની આંખ એઈમ્સમાં દાન કરી છે. જ્યારે, હર્ષવર્ધને કહ્યું કે તેમની માતાની ઇચ્છા મુજબ તેમનો મૃતદેહ મૌલાના આઝાદ મેડિકલ કોલેજ વહીવટી તંત્રને સોંપવામાં આવશે. આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનએ ટ્વિટ કર્યું છે કે આદરણીય માતાની ઇચ્છા મુજબ, તેમના મૃત્યુ પછી […]

Uncategorized
530f736f3ba2db71e36d412309547dee 1 આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનની માતાએ કર્યુ દેહદાન, આજે નિધન બાદ એઇમ્સમાં નેત્રદાન પૂર્ણ

દેશનાં આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનની માતાનું આજે દિલ્હીના એઈમ્સમાં નિધન થયું છે. તેમની માતાનાં મૃત્યુ પછી, તેમણે તેમની માતાની આંખ એઈમ્સમાં દાન કરી છે. જ્યારે, હર્ષવર્ધને કહ્યું કે તેમની માતાની ઇચ્છા મુજબ તેમનો મૃતદેહ મૌલાના આઝાદ મેડિકલ કોલેજ વહીવટી તંત્રને સોંપવામાં આવશે.

આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનએ ટ્વિટ કર્યું છે કે આદરણીય માતાની ઇચ્છા મુજબ, તેમના મૃત્યુ પછી તરત જ એમની આંખનું દાન એઈમ્સ, દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આજે બપોરે ત્રણ વાગ્યે, હું તેમનો મૃતદેહ મૌલાના આઝાદ મેડિકલ કોલેજ વહીવટને સોંપીશ. તેમનું શરીર આપણા સૌને સમાજ માટે જીવવાની પ્રેરણા આપશે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડો.હર્ષવર્ધન દ્વારા ટ્વીટ કરીને તેમની માતાના મૃત્યુ અંગે માહિતી આપવામાં આવી છે. ડો.હર્ષવર્ધન ખૂબ ભાવુક થઇને લખ્યું, આ કહેતા મારું દિલ તૂટી રહ્યું છે કે,  ‘મારા 89 વર્ષીય માતા, પૃથ્વી પરના મારા સૌથી પ્રિય વ્યક્તિ, તેમના સ્વર્ગીય નિવાસસ્થાન માટે રવાના થઈ ગયા છે.

ડો.હર્ષવર્ધન આગળ લખ્યું, ‘આજે સવારે તેમને કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો. એક વિશાળ વ્યક્તિત્વ, મારા માર્ગદર્શક અને દ્વાર્શનીકે મારા જીવનમાં એક શૂન્ય છોડી દીધું છે જે કોઈ ભરી શકતું નથી. તેમની પવિત્ર આત્માને શાંતિ મળે. ‘ ઘણા નેતાઓએ તેની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.