Not Set/ આ રાજ્યોમાં આજે પણ નહી ખુલે ધાર્મિક સ્થળો, ભક્તોને હજુ થોડા દિવસ જોવી પડશે રાહ

આજે દેશનાં ઘણા ભાગોમાં ધાર્મિક સ્થળો, મોલ અને રેસ્ટોરન્ટ ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક રાજ્યોએ પોતાની માર્ગદર્શિકા જારી કરી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ધાર્મિક સ્થળો અને મોલ્સ અત્યારે બંધ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં પણ ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા નથી. હરિયાણાનાં ગુરુગ્રામ અને ફરીદાબાદમાં મોલ્સ પણ બંધ રહેશે. આજથી દેશનાં ઘણા ભાગોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ […]

India

આજે દેશનાં ઘણા ભાગોમાં ધાર્મિક સ્થળો, મોલ અને રેસ્ટોરન્ટ ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક રાજ્યોએ પોતાની માર્ગદર્શિકા જારી કરી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ધાર્મિક સ્થળો અને મોલ્સ અત્યારે બંધ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં પણ ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા નથી. હરિયાણાનાં ગુરુગ્રામ અને ફરીદાબાદમાં મોલ્સ પણ બંધ રહેશે.

આજથી દેશનાં ઘણા ભાગોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. વળી 60 દિવસથી વધુ સમય પછી, ભક્તો ફરી એકવાર ધાર્મિક સ્થળે દર્શન કરી શકશે. તમામ ધાર્મિક સ્થળોને આજથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ છૂટ કડક નિયમો હેઠળ છે. સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડી છે. ઉત્તર પ્રદેશમાં કન્ટેન્ટ ઝોન સિવાય ધર્મસ્થળો ખોલવામાં આવશે, જો કે પ્રતિમા અથવા ધાર્મિક ગ્રંથોને સ્પર્શ કરવામાં આવશે નહીં. ઉજ્જૈનનું મહાકાલ મંદિર ખુલ્યું છે. હરિદ્વારમાં, ભક્તો હર કી પૈડીમાં સ્નાન કરી શકશે. રાજધાની દિલ્હીમાં મોટાભાગનાં ધાર્મિક સ્થળો ખુલી ગયા છે.

અમદાવાદમાં મંદિરો ખોલવામાં આવ્યા છે. વળી ફક્ત સ્થાનિક લોકો જ સોમનાથ મંદિરમાં દર્શન કરી શકશે. બનાસકાંઠાનાં અંબાજી મંદિર 12 જૂનથી ખોલવામાં આવશે, ભક્તો અહીં શિફ્ટમાં દર્શન કરી શકે છે, પરંતુ આ છૂટ દેશના દરેક જગ્યાએ નથી. કેટલીક જગ્યાએ ધીમે ધીમે છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.