Not Set/ ઈન્ડિયા-રશિયા ડિપ્લોમેટિક રિલેશનને 70 વર્ષ થયા પૂર્ણ,કરાયું ઈવેન્ટનું આયોજન

ઓરેનબર્ગ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી(OrSMU)માં 11 જૂનના રોજ એન્યુઅલ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મહેસાણાના ડો. અશોક પટેલે ઈવેન્ટને હોસ્ટ કરી હતી. અશોક પટેલ રશિયામાં ઈન્ડિયન સ્ટુડન્ટ એસોશિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે. તાજેતરમાં જ વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેઓ ટ્રાન્સલેટર બન્યા હતા. ઓરેનબર્ગમાં રશિયન લોકોને ઈન્ડિયન કલ્ચર બહુ સારું લાગે છે અને તેઓ ભારતીય વિદ્યાર્થીઓની બહુ […]

Uncategorized
ઓરેનબર્ગ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી(OrSMU)માં 11 જૂનના રોજ એન્યુઅલ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મહેસાણાના ડો. અશોક પટેલે ઈવેન્ટને હોસ્ટ કરી હતી. અશોક પટેલ રશિયામાં ઈન્ડિયન સ્ટુડન્ટ એસોશિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે. તાજેતરમાં જ વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેઓ ટ્રાન્સલેટર બન્યા હતા. ઓરેનબર્ગમાં રશિયન લોકોને ઈન્ડિયન કલ્ચર બહુ સારું લાગે છે અને તેઓ ભારતીય વિદ્યાર્થીઓની બહુ રિસપેક્ટ કરે છે.
ઈન્ડિયા અને રશિયા ડિપ્લોમેટિક રિલેશનને 70 વર્ષ થઈ ગયા એ પ્રસંગે ઈન્ડિય રશિયા ફ્રેન્ડશિપની થીમ પર કલ્ચર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરેનબર્ગમાં ઈન્ડિયાથી 500થી વધારે સ્ટુડન્ટ મેડિકલમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 50 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી છે.
દર વર્ષે એન્યુઅળ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. અલગ અલગ થીમ પર આ વખતની થીમ હતી ઈન્ડિયા રશિયા ડિપ્લોમેટિક રિલેશનના 70 વર્ષના સેલિબ્રેશનની. ફેસ્ટિવલમાં રશિયન લોકો, યુનિવર્સિટીના રેકટર આઇગોર વેસીલીવિચ TSMUના પ્રોફેશર ડો. વશિમ હાજર રહ્યા હતા. બધાએ ઈવેન્ટ સારી રીતે એન્જોય કરી. હવે પછીની તેમની ઈવેન્ટ ઈન્ટરનેશનલ યોગા દિવસ હશે.