Not Set/ ઉત્તર કોરિયાએ બારમી વખત મિસાઈલ પરીક્ષણ કરતાં વિવાદ

અમેરિકા અને ચીન ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને લઈને સતત ચિંતા વ્યકત કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ઉત્તર કોરિયાએ વધુ એક મિસાઈલ પરીક્ષણ કરતાં આ મામલે ચાલતો વિવાદ વધુ વકર્યો છે. ઉત્તર કોરિયાએ કરેલાં પરીક્ષણથી મિસાઈલ જાપાન નજીક દરિયામાં પડી હતી. ઉત્તર કોરિયા અત્યાર સુધીમાં ૧૧ વખત મિસાઈલ પરીક્ષણ કરી ચૂક્યું છે.તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ […]

Uncategorized

અમેરિકા અને ચીન ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને લઈને સતત ચિંતા વ્યકત કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ઉત્તર કોરિયાએ વધુ એક મિસાઈલ પરીક્ષણ કરતાં આ મામલે ચાલતો વિવાદ વધુ વકર્યો છે. ઉત્તર કોરિયાએ કરેલાં પરીક્ષણથી મિસાઈલ જાપાન નજીક દરિયામાં પડી હતી. ઉત્તર કોરિયા અત્યાર સુધીમાં ૧૧ વખત મિસાઈલ પરીક્ષણ કરી ચૂક્યું છે.તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઉત્તર કોરિયાના આવાં પગલાં અંગે જાપાનના વડા પ્રધાન શિંજો આબે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ સંયુકત રાષ્ટ્ર(યુએન)માં ચીનના રાજદૂતે જણાવ્યું હતું કે જો ઉત્તર કોરિયા તરફથી કરવામાં આવતાં આવાં પરીક્ષણ અંગે તાત્કાલિક કોઈ ઉકેલ લાવવામાં નહિ આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેમ છે. ચીને જણાવ્યું હતું કે જો આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે તેમ છે. ચીનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા બાદ રાજદૂત લ્યુ જેઈએ જણાવ્યું હતું કે હાલ પશ્વિમી દેશો અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવની સ્થિતિ વધુ વિકટ છે.