Not Set/ GSTને મળ્યો આવકાર, અમલીકરણ રહ્યું સરળ : હસમુખ અઢિયા

કેન્દ્રના મહેસૂલી આવક વિભાગના સચિવ હસમુખ અઢિયાએ કહ્યું છે કે દેશભરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સને આવકાર મળ્યો છે. ગઈ 1 જુલાઈથી શરૂ કરાયેલું જીએસટીનું અમલીકરણ અત્યાર સુધી સરળ રહ્યું છે.અઢિયાએ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું કે જીએસટીના અમલ બાદની સ્થિતિ પર નિરીક્ષણ રાખવા 15 વિભાગોના, 175 અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવી છે. દર શુક્રવારે જીએસટી […]

Uncategorized

કેન્દ્રના મહેસૂલી આવક વિભાગના સચિવ હસમુખ અઢિયાએ કહ્યું છે કે દેશભરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સને આવકાર મળ્યો છે. ગઈ 1 જુલાઈથી શરૂ કરાયેલું જીએસટીનું અમલીકરણ અત્યાર સુધી સરળ રહ્યું છે.અઢિયાએ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું કે જીએસટીના અમલ બાદની સ્થિતિ પર નિરીક્ષણ રાખવા 15 વિભાગોના, 175 અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવી છે. દર શુક્રવારે જીએસટી માટેની કેન્દ્રીય નિરીક્ષક સમિતિની બેઠક મળશે.સમગ્ર રાષ્ટ્રમાં જીએસટીને આવકાર મળ્યો છે. અમે ચીજવસ્તુઓની કિંમત, સપ્લાયની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ, એમ અઢિયાએ કહ્યું.અઢિયાએ વધુમાં જાણકારી આપી કે જમ્મુ-કશ્મીરને બાદ કરતાં દેશના તમામ રાજ્યોએ જીએસટી સંબંધિત નિયમોને નોટિફાય કરી દીધા છે.જીએસટી લાગુ કરાયા બાદ નવા આશરે 2 લાખ જેટલા વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 39 હજારને મંજૂરી આપી દેવામાં આવી છે.