ભારતમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવશાળી રાજ્ય મહારાષ્ટ્ર છે, અહીં સંક્રમિતોની સંખ્યા 3000 ની નજીક પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો પડકાર છે, એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાં કોરોના વાયરસને ફેલતા રોકવાનું છે, જે નિયંત્રણમાંથી બહાર થઇ રહી છે. બુધવારે ધારાવીમાં 5 નવા કોરોના વાયરસનાં કેસ બાદ અહી કુલ દર્દીઓની સંખ્યા હવે 60 થઈ ગઈ છે, જેમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે. બૃહન્મુંબઈ નગર નિગમ (BMC) ને આ વાતની પુષ્ટી કરી છે.
બીજી બાજુ મુંબઇનાં એક હોસ્પીટલનાં 10 વધુ કર્મચારીઓનાં COVID-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે ત્યારબાદ હડકંપ મચી ગયો છે. અત્યાર સુધી હોસ્પિટલમાં કુલ 35 કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે, જે તમામ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કિસ્સા ઝડપથી સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,687 કેસોની પુષ્ટી થઈ છે જ્યારે 178 લોકો મૃત્યુ પામ્યા છે.
આપન જણાવી દઇએ કે, દેશમાં 11 અબજ કરતાં વધુ કિસ્સાઓ છે, જેમાંથી 377 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 350 નવા કેસ સામે આવ્યા બાદથી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. વળી આવી સ્થિતિ બાદ પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્ર કોરોનાની આ લડાઈમાં દેશને રસ્તો બતાવશે.
મહારાષ્ટ્રનાં ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડની સાથે ચાલી રહેલ એક પોલીસ અધિકારીની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી છે. ત્યારબાદ તેમણે પોતાને ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન કરી દીધા છે. આ વચ્ચે કેટલીક ચેનલ્સે ન્યૂઝ બતાવી દીધી કે મંત્રી જિતેન્દ્ર અવ્હાડેને કોરોના થઇ ગયો છે. જેનાથી નારાજ મંત્રીએ હવે પોતાની કોરોના રિપોર્ટ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, હું સંપૂર્ણ રીતે ફિટ છું અને કામ કરી રહ્યો છું, પરંતુ મારા નામનો ઉપયોગ કરીને ન્યૂઝ ચેનલ્સ ટીઆરપી મેળવી રહ્યા છે. તેમણે લખ્યું છે કે તેમણે મારી આ રિપોર્ટ જોવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
