મદ્રાસ અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટથી 5 મહિના પહેલા નિવૃત્ત થયેલા જસ્ટિસ નૂતી રામ મોહન રાવ, તેમની પત્ની અને દીકરા સામે હૈદરાબાદ પોલીસે એક ફરિયાન નોંધી છે. તેઓ પર તેમની પુત્રવધૂને પરેશાન અને માર મારવાનો આરોપ છે. તેનું સીસીટીવી ફૂટેજ પણ છે. નિવૃત્ત જસ્ટિસ રાવની પુત્રવધૂ એમ સિંધુ શર્માના પરિવાર દ્વારા 20 એપ્રિલ 2019 નો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ પીડિત વહુએ તેની સાથે થયેલી હિંસાનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં રાવનો પુત્ર એન વસિષ્ઠ પત્ની સિંધુ સાથે દલલી કર્યા પછી માર મારતો નજરે પડે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે રાવ અને તેની પત્ની દુર્ગા જયલક્ષ્મી પણ ત્યાં પહોંચે છે. દુર્ગા દખલ કરે છે અને ઝગડો અટકવે છે. જ્યારે વશિષ્ઠ તેની પત્ની સિંધુને મુક્કો મારતા અને માર મારતા નજરે પડે છે. નિવૃત્ત જસ્ટિસ રાવ તેની પુત્રવધૂનો હાથ ખેંચીને સોફા પર ધક્કો મારતા જોવા મળી રહ્યાં છે.
20 એપ્રિલના રોજ બની હતી આ ઘટના
27 એપ્રિલના રોજ સિંધુએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ હૈદરાબાદ સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (સીસીએસ) માં શારીરિક અને માનસિક ત્રાસ અને સતામણીની ફરિયાદ નોંધાવી હતી. સિંધુએ કહ્યું કે 20 એપ્રિલની રાત્રે તેને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સિંધુના પિતા એમવી શર્માએ જણાવ્યું હતું કે તેમણે નિવૃત્ત જસ્ટિસ રાવ, પુત્ર વશિષ્ઠ અને પત્ની દુર્ગા લક્ષ્મી વિરુદ્ધ આઇપીસીની કલમ 498 એ, 323, ડીપી એક્ટની 4 અને 6 હેઠળ કેસ દાખલ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે 20 એપ્રિલે મારી પુત્રીને માર મારી અને ઈજા પહોંચાડીને તેઓએ પોતે જ એપોલો હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેની પીઠ, છાતી અને હાથ પર કટના નિશાન છે. તેઓએ મારી પુત્રીને માનસિક રીતે અસ્વાસ્થ હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કર્યો અને પોતાને નુકસાન પહોંચાડ્યું હોવાનું કહ્યું હતું.
પોલીસે બંને તરફથી નિવેદનો નોંધ્યા છે. સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (સીસીએસ) ના ડીસીપી અવિનાશ મોહંતીએ જણાવ્યું હતું કે ફરિયાદીએ સીસીટીવી ફૂટેજ આપવાનું વચન આપ્યું છે, પરંતુ લાંબા સમય સુધી તે આપ્યું નથી. તેમણે કહ્યું કે જ્યારે અમે સિંધુ શર્મા વતી કેસ દાખલ કર્યો ત્યારે તેમણે અને તેમના પરિવારના સભ્યોએ કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપશે અને તેમના પર થયેલા હુમલાનો વીડિયો આપીશું. અમે વશિષ્ઠ અને સિંધુના નિવેદનો લઈ ચૂક્યા છે.
સમાધાન કરવાનો પોલીસનો પ્રયાસ નિષ્ફળ ગયો: “એપ્રિલથી અનેક નોટિસ મોકલવા છતાં સિંધુએ તેના પર કથિત હુમલાનો વીડિયો ક્યારેય રજૂ કર્યો નહોતો.” ફરિયાદ નોંધ્યા પછી, દંપતીને તેમના નાના બાળકો માટે સ્થાયી થઈ શકે છે કે કેમ તે જોવા માટે બોલાવવામાં આવ્યા હતા. વાટાઘાટો અને સમાધાનના પ્રયાસો હજી ચાલુ છે, પરંતુ અમને કોઈ ઉપાય દેખાઈ રહ્યો નથી અને તે દરમિયાન સિંધુના પરિવારે આ વીડિયો બહાર પાડ્યો છે. અમે તેની તપાસ કરી કાર્યવાહી શરૂ કરીશું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
