સહારનપુર,
છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યના જિલ્લાઓ જળબંબાકાર થયા છે. જો કે આ દરમિયાન બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં મકાન ધરાશાયી થવાના કારણે ૧૧ લોકોના મોત થયા છે.
આ જ પ્રકારે શનિવારે પણ સહરાનપુરમાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે. સહારનપુરમાં મકાન ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ૬ લોકોના મોત થયા છે. એક પરિવારના ૬ મૃતકોમાં માતા-પિતા ઉપરાંત તેઓના ચાર બાળકો શામેલ છે.
Six people of a family killed in house collapse in Saharanpur in the early morning hours today, local administration present at the spot.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 28, 2018
આ ઉપરાંત ભારે વરસાદના કારણે મુઝફ્ફરનગર જિલ્લામાં પણ ઘરની એક દિવાલ પડવાના કારણે એક બાળકી સહિત ૨ લોકોના મૃત્યુ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે યુપીના અનેક જિલ્લાઓ જળબંબાકાર થયા છે. આ જિલ્લાઓમાં સહરાનપુર પણ બાકી નથી. જિલ્લામાં છેલ્લા ૨ દિવસોમાં મકાનના કાથમાળમાં દબાઈને અત્યારસુધીમાં ૧૧ લોકોના મોત થયા છે.
આ મકાન ધરાશાયી થવાની ઘટના બાદ ગ્રામજનોએ આ અંગેની સુચના પોલીસને કરી હતી, જેમાં કાથમાળ હટાયા બાદ પરિવારના ૬ સભ્યોના મૃતદેહ મળ્યા હતા.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશ, રાજધાની દિલ્લી અને હિમાચલ પ્રદેશ સહિત દેશના કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે છેલ્લા ૪૮ કલાકમાં ૩૩ લોકોના મોત થયાં છે, જ્યારે ૨૩ લોકોને ઇજા પહોંચી છે.
According to the State Disaster Management Authority, total 33 lives lost due to storm, lightning and heavy rains in UP; 6 in Agra, 3 in Muzaffarnagar, 3 in Kasganj, 4 in Meerut, 4 in Mainpuri, 2 in Bareilly on July 26 & 27.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 28, 2018
આ બે દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ૧૦૦થી વધારે મકાન ધરાશાયી થઇ ગયા છે. વરસાદના કારણે આગ્રામાં ૫, મેનપુરીમાં ૪, મુજફ્ફરનગર અને કાસગંજમાં ૩, મેરઠ અને બરેલીમાં ૨, કાનપુર,મથુરા, ગાઝિયાબાદ, હાપુડ, ઝાંસી, રાયબરેલી, જોનપુર અને જાલોનમાં ૧-૧ વ્યક્તિના મોત થયા છે.
