Gandhinagar News/ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ 2026 જાહેર, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

GSEB ધોરણ 10 (SSC) પરિણામ 6 મે 2026ના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓ gseb.org પર જઈને પોતાનો સીટ નંબર દાખલ કરીને સરળતાથી પરિણામ ચેક કરી શકે છે. જાણો સંપૂર્ણ પ્રક્રિયા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
GSEB

Gandhinagar News:ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00 વાગ્યે જાહેર થઈ ગયું છે.આ સાથે લગભગ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહિનાઓથી ચાલતી આતુરતા અને ચિંતાનો અંત આવ્યો છે.

બોર્ડે અધિકૃત વેબસાઈટ પર પુષ્ટિ કરી છે કે SSC પરિણામ 6 મે, 2026ના રોજ સવારે 8 વાગ્યા પછી ઉપલબ્ધ થશે.આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં આજે ઉત્સાહ અને નર્વસનેસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

GSEBની ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ

ઓફિશિયલ વેબસાઈટ દ્વારા, વિદ્યાર્થીઓ Gujarat Secondary and Higher Secondary Education Board ની વેબસાઈટ www.gseb.org પર જઈ શકે છે. હોમપેજ પર “SSC Result 2026” અથવા “GSEB SSC Result 2026” લિંક પર ક્લિક કર્યા પછી, 6 અંકનો Seat Number દાખલ કરી અને કેપ્ચા કોડ ભરીને સબમિટ કરવું. ત્યારબાદ માર્કશીટ સ્ક્રીન પર દેખાશે, જેને ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે.

આ ઉપરાંત, shiksha.com જેવી શિક્ષણ સંબંધિત વેબસાઈટ પર પણ પરિણામ ચેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.વ્હોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા માટે, 6357300971 નંબર પર માત્ર પોતાનો Seat Number મોકલવો. થોડી જ વારમાં પરિણામ સીધું વ્હોટ્સએપ પર મળી જશે.

આ વર્ષે પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ સામેલ છે. પરિણામ સાથે ટોપર્સની યાદી, જિલ્લાવાર પર્ફોર્મન્સ, પાસ પર્સન્ટેજ અને અન્ય આંકડાકીય વિગતો પણ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો:ગુજરાત બોર્ડ ધો.12નું પરિણામ જાહેર,સાયન્સ 84.33%, જનરલ 92.71% પરિણામ

આ પણ વાંચો:  ધોરણ-10નું બોર્ડનું પરિણામ 64.62% આવ્યું, પાછલા વર્ષ કરતા ઓછું

આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, વર્ષમાં કુલ 80 દિવસની મળશે રજાઓ