Gujarat Weather: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી (Rain Relief) રાહત મળી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહી શકે છે, પરંતુ 9 મે પછી ફરી ગરમી અને ભેજવાળા પવનનું જોર વધશે.પ્રી-મોન્સૂન વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદથી રાહત (Rain Relief)
આ વરસાદે (Rain Relief) ખેડૂતોને પણ આંશિક રાહત આપી છે.રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને વિવિધ શહેરોમાં તાપમાન ઊંચા સ્તરે નોંધાઈ રહ્યું છે. સૌથી વધુ ગરમી રાજકોટ માં 42.3 ડિગ્રી નોંધાઈ છે, જ્યારે અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ખાતે 41 ડિગ્રી સુધી ગરમી નોંધાઈ, જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન રહ્યું. વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી, વડોદરામાં 38.4 ડિગ્રી અને ડીસામાં 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું. બીજી તરફ, સૌથી ઓછું તાપમાન સુરતમાં 35.4 ડિગ્રી નોંધાયું છે. રાજ્યભરમાં ગરમી વધતા લોકો પરેશાન થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

9 મેથી રાજ્યમાં ફરી ગરમી વધવાની શક્યતા છે.9 થી 11 મે સુધી ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, જેના કારણે અસ્વસ્થતા વધી શકે છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં હીટ અને હ્યુમિડિટીનું સંયોજન વધુ અસર કરી શકે છે.મે મહિનામાં કુલ વરસાદ (Rain Relief) સામાન્યથી વધુ રહેવાની આગાહી છે, જે ગરમીને અંકુશમાં રાખવામાં મદદરૂપ થશે. તેમ છતાં, કેટલાક વિસ્તારોમાં ગરમીના દિવસો વધી શકે છે.
