Gujarat Weather/ ગુજરાતમાં વાતાવરણમાં પલટોઃ અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદમાં માવઠું ત્રાટક્યું

ગુજરાતમાં ભરગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે.  તેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પણ ખેડૂતોની દશા બેઠી છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News Uncategorized

Gandhinagar News:  ગુજરાતમાં ભરગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે.  તેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

અરવલ્લી જિલ્લામાં સવારથી  વાતાવરણમાં પલ્ટો આવેલો છે. વહેલી સવારથી પવન સાથે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. તેના પગલે પછી ગાજવીજ સાથે માવઠું પડ્યુ હતુ. માવઠાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો છે. તેમને ઊભા પાકને લઈને ચિંતા સર્જાઈ છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માવઠુ ત્રાટક્યું છે.

ઉત્તર ગુજરાત જેવી સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ થઈ છે. દાહોદમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાવવા લાગ્યો છે. તેના પગે ફતેપુરામાં વાતાવારણ બદલાયુ હતુ અને ભર ઉનાળે ભરચોમાસુ હોય તે રીતે વીજળીના કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ પછી દાહોદના ફતેપુરામાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ થયો છે. લીમડી, ઝાલોદ, મીરાખેડી, કારટ, કૃપાખેડામાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છે. વીજળીના કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. તેમને ખરીફ પાકને લઈને ચિંતા થઈ છે.

આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે વેધર બુલેટિન પણ જાહેર કર્યુ છે અને ગાજવીજ તથા પવન સાથે વરસાદની આગાહી કરી છે. પ્રતિ કલાક 40 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજના દિવસમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં માવઠું, ગાજવીજ સાથે વરસાદ, તેજ પવનની આગાહી

આ પણ વાંચો: એપ્રિલમાં પણ માવઠું! ગુજરાતમાં આંધી-તોફાન અને વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી

આ પણ વાંચો: ખેડૂતો પર આભ ફાટશે! અંબાલાલ પટેલની નવી આગાહીએ ઊંઘ ઉડાવી, એપ્રિલ સુધી પીછો નહીં છોડે માવઠું