બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી સમક્ષ નથી તેણે દુનિયાને અલવિદા કહ્યું છે. પોલીસે ખુલાસો કર્યો છે કે તે 6 મહિનાથી ડિપ્રેશનની દવાઓ લેતો હતો. સુશાંતની મોત ફાંસી લગાવવાનાં કારણે થઇ છે. સુશાંત સિંહ રાજપૂત વિશે દેશની અનેક હસ્તીઓએ ઘણી વાતો કહી છે. લોકો તેને યાદ કરી રહ્યા છે. આ સાથે જ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ સુશાંત વિશે ઘણી વાતો કહી છે. કંગનાએ તો એમ પણ કહ્યું હતું કે સુશાંતનું મોત આત્મહત્યાથી થયું નથી, તે એક મર્ડર હતું, જે યોજના સાથે કરવામાં આવ્યું.
કંગનાએ સુશાંતની આત્મહત્યાને લઇને એક વિડીયો જાહેર કર્યો છે. જેમા કંગનાએ કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનાં મામલાએ આપણને દરેકને હચમચાવી દીધા છે. કેટલાક લોકો આ નૈરેટિવ ચલાવી રહ્યા છે કે જેનું મન નબળું છે, તે હતાશામાં આવે છે અને આત્મહત્યા કરે છે. સુશાંત સિંહ રેન્ક હોલ્ડર હતો, તેનું મન નબળું કેવી રીતે હોઈ શકે. તેની છેલ્લી પોસ્ટ જુઓ, તે સ્પષ્ટ કહી રહ્યો છે કે પ્લીઝ મારી મૂવીઝ જુઓ, મારા કોઈ ગોડફાધર નથી. મને આ ઉદ્યોગમાંથી કાઢી મૂકવામાં આવશે. અને આ વાત તે પોતાના ઈન્ટરવ્યુમાં વ્યક્ત કરી રહ્યો છે.
કંગનાએ કહ્યું કે કેમ ઇન્ડસ્ટ્રી તેને અપનાવે નહી. શું આ વાતોથી હાદસાને કોઈ અવકાશ નથી? કાઈ પો છે નામની ફિલ્મ માટે તેને કોઈ ડેબ્યૂ એવોર્ડ મળ્યો નથી. અથવા સુશાંતની કેદારનાથ, ધોની, છિંછોરે જેવી ફિલ્મો માટે તેને કશું મળ્યું નહીં. ગલી બોય જેવી વાહિયાદ ફિલ્મોને બધા એવોર્ડ મળે છે. જ્યારે છિંછોરે જેવી ફિલ્મને કોઈ એવોર્ડ મળતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
