Not Set/ કંગના રનૌતને BMC ની નોટિસ, કહ્યું – 24 કલાકમાં સબમિટ કરાવે ઓફિસનાં દસ્તાવેજો

શિવસેના નેતાઓ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વચ્ચે વિવાદ વધી રહ્યો છે. મુંબઈ પાલિકા એટલે કે બીએમસીએ કંગના રનૌતની ઓફિસ પર નોટિસ ચોંટાવી દીધી છે. બીએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ અને બાંધકામના નિયમોના ઉલ્લંઘન માટે આ નોટિસ પેસ્ટ કરવામાં આવી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ઓફિસમાં અનેક ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા છે, […]

Uncategorized
8ec4fbab7492a86d3d1a70c103d7def4 કંગના રનૌતને BMC ની નોટિસ, કહ્યું - 24 કલાકમાં સબમિટ કરાવે ઓફિસનાં દસ્તાવેજો

શિવસેના નેતાઓ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વચ્ચે વિવાદ વધી રહ્યો છે. મુંબઈ પાલિકા એટલે કે બીએમસીએ કંગના રનૌતની ઓફિસ પર નોટિસ ચોંટાવી દીધી છે. બીએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ અને બાંધકામના નિયમોના ઉલ્લંઘન માટે આ નોટિસ પેસ્ટ કરવામાં આવી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ઓફિસમાં અનેક ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા છે, તેથી વર્ક ઓર્ડરની નોટિસ આપવામાં આવી છે.

બીએમસીની સૂચના મુજબ

ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલી રહ્યું હતું. બીએમસીના રેકોર્ડ અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર શૌચાલયને ગેરકાયદે રીતેમાં રૂમમાં ફેરવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પરનું રસોડું ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. આ સિવાય પેન્ટ્રી, શૌચાલય, કેબિન, પૂજા રૂમ સહીત અનેક બાંધકામો ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા છે. બાંધકામનું કામ બંધ કરવા સ્ટોપ વર્ક ઓર્ડરની નોટિસ આપવામાં આવી છે. એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો આ બાંધકામ માટેની મંજૂરીના દસ્તાવેજો 24 કલાકમાં બીએમસીને સુપરત કરવામાં નહીં આવે તો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

BMC 1 કંગના રનૌતને BMC ની નોટિસ, કહ્યું - 24 કલાકમાં સબમિટ કરાવે ઓફિસનાં દસ્તાવેજો

જાણો શું છે મામલો

હકીકતમાં કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે થોડા દિવસોથી શબ્દિક જંગ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કંગનાએ કહ્યું કે તે બોલીવુડ માફિયા કરતા મુંબઇ પોલીસથી ડરે છે. આ અંગે રાઉતે કહ્યું હતું કે જો તેને  મુંબઈથી ડર લાગે છે તો તેને મુંબઈ પરત ન આવવું જોઈએ. બદલામાં અભિનેત્રીએ કહ્યું કે મુંબઈ પીઓકે છે. આ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જો તેનામ હિંમત છે તો અમદાવાદની તુલના મીની પાકિસ્તાન સાથે કરી બતાવે. આટલું જ નહીં, રાઉતે કંગનાને મુંબઈ ન આવવાની ધમકી પણ આપી છે. આ અંગે કંગનાએ કહ્યું હતું કે તે 9 સપ્ટેબરે મુંબઈ આવી રહી છે જો કોઈનામાં હિંમત હોય તો રિકી બતાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.