Not Set/ કપિલ સિબ્બલનો સરકારને સવાલ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કેમ થઇ રહ્યો વધારો, જનતાને ફાયદો કેમ નહી

કોંગ્રેસ પાર્ટીનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપ્યો નથી, ઉપરથી ટેક્સમાં વધારો કરી જનતાને લૂંટી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિકાસશીલ દેશોમાં પેટ્રોલ ડીઝલ પર સૌથી વધુ વેરો ભારતમાં જ […]

India
eb3dac1cef417f1fe292e281eca1810c 1 કપિલ સિબ્બલનો સરકારને સવાલ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કેમ થઇ રહ્યો વધારો, જનતાને ફાયદો કેમ નહી

કોંગ્રેસ પાર્ટીનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપ્યો નથી, ઉપરથી ટેક્સમાં વધારો કરી જનતાને લૂંટી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિકાસશીલ દેશોમાં પેટ્રોલ ડીઝલ પર સૌથી વધુ વેરો ભારતમાં જ વસૂલવામાં આવી રહ્યો છે.

સિબ્બલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘણી ઓછી છે અને કેન્દ્ર સરકાર સતત તેનો ફાયદો ઉઠાવી રહી છે, પરંતુ તેલમાંથી થઇ રહેલા ફાયદાનો હિસ્સો લોકોને આપવાની જગ્યાએ પેટ્રોલની કિંમતમાં વધારો કરીને જનતાને લૂંટી રહ્યા છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે શનિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સરકાર બળતણથી મોટો નફો કરી રહી છે. આ નફામાં સતત વધારો કરવા માટે આગામી દિવસોમાં તેલનાં ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેલનાં ભાવમાં વધારાનાં કારણે તમામ ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો થાય છે અને મોંઘવારીનાં કારણે સામાન્ય માણસ હાલાકી ભોગવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, સરકાર તેલથી કરોડો રૂપિયાની બચત કરી રહી છે અને ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડી રહી છે પરંતુ તેલની કિંમતમાં વધારો કરીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મે 2014 માં દિલ્હીમાં પેટ્રોલનો દર 71 રૂપિયા 41 પૈસા હતો, જે આ વર્ષે જૂનમાં 75 રૂપિયા 16 પૈસા પ્રતિ લિટર થઈ ગયો છે, જેનો અર્થ છે કે પેટ્રોલનાં ભાવમાં પાંચ ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે 2014 માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 106 ડોલર હતી જે આજે બેરલ ઘટીને 38 ડોલર પર પહોંચી ગયુ છે. જોને અર્થ છે કે સરકાર તેલમાંથી કમાણી કરી રહી છે અને સામાન્ય લોકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે. સરકાર તેલમાંથી રેકોર્ડ કર વસૂલ કરી રહી છે અને લોકોનાં ખિસ્સા પર હુમલો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.