Not Set/ કર્ણાટકમાં સર્જાયો ભયાનક અકસ્માત, સગર્ભા સહિત 7 લોકોનાં મોત

કર્ણાટકમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સગર્ભા મહિલા સહિત 7 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના રવિવારે સવારે થયો જ્યારે સગર્ભા સ્ત્રીને લઇ જતી કાર કલબુર્ગી જિલ્લામાં સાવલાગી ગામની પાસે ઉભેલી ટ્રક સાથે ટકરાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર પૂરી રીતે […]

Uncategorized
445119633b15c28be794feceeab65886 1 કર્ણાટકમાં સર્જાયો ભયાનક અકસ્માત, સગર્ભા સહિત 7 લોકોનાં મોત

કર્ણાટકમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં સગર્ભા મહિલા સહિત 7 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના રવિવારે સવારે થયો જ્યારે સગર્ભા સ્ત્રીને લઇ જતી કાર કલબુર્ગી જિલ્લામાં સાવલાગી ગામની પાસે ઉભેલી ટ્રક સાથે ટકરાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી.

પોલીસે જણાવ્યું છે કે, મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા બધા એક જ પરિવારનાં સભ્યો છે. તે બધા કલબુર્બી જિલ્લાનાં અલંડ તાલુકાનાં રહેવાસી હતા. મૃત્યુ પામનારાઓમાં ત્રણ મહિલાઓ અને ચાર પુરુષો પણ હતા. પોલીસે જણાવ્યું કે, મૃતક લોકો સગર્ભા સ્ત્રી ને હોસ્પિટલમાં દાખલ કરવા લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર અનિયંત્રિત બની અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. વળી અકસ્માતમાં ઘાયલ બે લોકોને કલબુર્ગીની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક બની છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.