Not Set/ કાન્સ ફેસ્ટિવલની ફાઈનલ લિસ્ટમાં આ વખતે ન મળ્યું ઇન્ડિયન ફિલ્મને સ્થાન, 56 ફિલ્મોનું ફાઈનલ લાઈનઅપ જારી

ફ્રાન્સમાં દર વર્ષે મે મહિનામાં યોજવામાં આવતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કોરોના વાયરસ મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ જૂરીના સભ્યો પિયરે લેસક્યોર અને થિયરી ફ્રેમોક્સના 73 માં સંસ્કરણ માટે 2000 એન્ટ્રીઝમાંથી પસંદગી કરીને 56 ફિલ્મોની અંતિમ લાઇનઅપ જાહેર કરી છે. જો કે, આ વખતે આ યાદીમાં કોઈ ભારતીય ફિલ્મ શામેલ નથી. કાન્સ થશે કે […]

Uncategorized
091692268caa2b80048fbf0064d9b895 કાન્સ ફેસ્ટિવલની ફાઈનલ લિસ્ટમાં આ વખતે ન મળ્યું ઇન્ડિયન ફિલ્મને સ્થાન, 56 ફિલ્મોનું ફાઈનલ લાઈનઅપ જારી

ફ્રાન્સમાં દર વર્ષે મે મહિનામાં યોજવામાં આવતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કોરોના વાયરસ મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ જૂરીના સભ્યો પિયરે લેસક્યોર અને થિયરી ફ્રેમોક્સના 73 માં સંસ્કરણ માટે 2000 એન્ટ્રીઝમાંથી પસંદગી કરીને 56 ફિલ્મોની અંતિમ લાઇનઅપ જાહેર કરી છે. જો કે, આ વખતે આ યાદીમાં કોઈ ભારતીય ફિલ્મ શામેલ નથી. કાન્સ થશે કે નહીં.

કાન્સ ફેસ્ટિવલ 2020 માં 12 થી 23 મે દરમિયાન થવાનું હતું. પરંતુ ફ્રાન્સની સરકારે કોરોના મહામારીને કારણે જુલાઈ સુધી તમામ પ્રકારના સોશલ ગેદ્રરિંગ્સ  અને ફેસ્ટિવલ પર પ્રતિબંધ મૂક્યો છે. તેથી જ આ વર્ષે કાન્સ રેડ કાર્પેટ મુલતવી રાખવામાં આવ્યું હતું. ન્યુ યોર્ક ટાઇમ્સના સમાચારો અનુસાર, 22 થી 26 જૂન સુધી આ ઉત્સવ વર્ચુઅલ ફોર્મેટમાં યોજાવાની સંભાવના છે.

કાન્સના લેબલ સાથે જશે ફિલ્મો

ફ્રેમોક્સે કહ્યું – અમે દરેકને 2021 ના ફેસ્ટિવલમાં લઈ જઈ શકીએ નહીં, તેથી અમે ફિલ્મોની પસંદગી કરવાનું ચાલુ રાખ્યું અને આ નિર્ણય યોગ્ય સાબિત થયો. અમારી 2000 થી વધુ એન્ટ્રી હતી. કાન્સ માટે પસંદ કરેલી ફિલ્મો, જેમાં વર્લ્ડ પ્રીમિયર નહીં હોય, તે ટોરંટો, સૈન સેબેસ્ટિયન, ટેલુરાઇડ અને વેનિસમાં જેવા અન્ય પ્રખ્યાત ફિલ્મ ઉત્સવોમાં મોકલવામાં આવશે.

સિલેક્શનમાં ખાસ 

આ પસંદ કરેલી 56 ફિલ્મોમાં મહિલા દિગ્દર્શકોની 16 ફિલ્મો રાખવામાં આવી છે.

ઇઝરાઇલની બે ફિલ્મો અંતિમ લાઇનઅપમાં દર્શાવવામાં આવી છે.

ચાર કાર્ટૂન / એનિમેશન મૂવીઝ સોલ, જોસેફ, ફ્લી  અને અયા એન્ડ  વિચ પણ પસંદ કરવામાં આવી છે.

સિલેક્શન ન્યૂ કમર્સ, કોમેડી, ડોક્યુમેન્ટરી, ઓમ્નીબસ, ફર્સ્ટ ફિચર અને એનિમેશન કેટેગરીમાં થયું છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.