Not Set/ કાબુલમાં શિયા મુસ્લિમ વસ્તી ધરાવતા પશ્ચિમ ભાગમાં આત્મઘાતી હુમલો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારના એક કાર બોમ્બ વિસ્ફોટમાં 40થી વધુ લોકો મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. અગાઉ 31 મેના રોજ ઇન્ડિયન એમ્બેસી નજીક એક ટેન્કરમાં વિસ્ફોટકો ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 90થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 300થી વધુ લોકો […]

World
kabul કાબુલમાં શિયા મુસ્લિમ વસ્તી ધરાવતા પશ્ચિમ ભાગમાં આત્મઘાતી હુમલો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારના એક કાર બોમ્બ વિસ્ફોટમાં 40થી વધુ લોકો મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. અગાઉ 31 મેના રોજ ઇન્ડિયન એમ્બેસી નજીક એક ટેન્કરમાં વિસ્ફોટકો ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 90થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. કાબુલમાં છેલ્લા બે મહિનામાં આ ત્રીજો મોટો હુમલો છે.

પોલીસ પ્રવક્તા અનુસાર આત્મઘાતી હુમલાખોરે પશ્ચિમ ભાગમાં એક કારમાં વિસ્ફોટ કર્યોવિસ્ફોટ સ્થળની આસાપાસના વિસ્તારમાં શિયા મુસ્લિમની વસ્તી વધારે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા એક વર્ષ પહેલા આ જ સ્થળ પર વિસ્ફોટ થયો છે જેમાં ડઝનેક લોકો માર્યા ગયા હતાહુમલાની જવાબદારી સુન્નીઓના કુખ્યાત આંતકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ લીધી છેઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ આ અગાઉ ઘણીવાર શિયા મુસ્લિમનો ટાર્ગેટ કરી તેમની વસ્તીધરાવતા વિસ્તારો અને મસ્જિદમાં હુમલો કરી અનેક લોકોને મોતને ઘાટ ઉતારી ચુક્યું છે.