Not Set/ કાશ્મીરી એક્ટિવીસ્ટનો ઇમરાન પર પ્રહાર કહ્યું, કરાચી એટેક આતંકીઓનાં ટેકેદારો માટે ચેતવણી

પાકિસ્તાનનાં કરાચી સ્ટોક એક્સચેંજ પર સોમવારે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ચારેય આતંકવાદીઓ સહિત કુલ નવ લોકો માર્યા ગયા હતા. એક કાશ્મીરી સામાજિક કાર્યકર્તા અને પત્રકારે કહ્યું છે કે, આ ઘટના પાકિસ્તાનમાં જેહાદનું અને આતંકવાદીઓનું સમર્થન કરે છે તે બધા માટે એક ચેતવણી છે. બલુચિસ્તાનમાં પણ વિકાસ એજન્ડાની અવગણના કરવા બદલ તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન […]

World

પાકિસ્તાનનાં કરાચી સ્ટોક એક્સચેંજ પર સોમવારે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ચારેય આતંકવાદીઓ સહિત કુલ નવ લોકો માર્યા ગયા હતા. એક કાશ્મીરી સામાજિક કાર્યકર્તા અને પત્રકારે કહ્યું છે કે, આ ઘટના પાકિસ્તાનમાં જેહાદનું અને આતંકવાદીઓનું સમર્થન કરે છે તે બધા માટે એક ચેતવણી છે. બલુચિસ્તાનમાં પણ વિકાસ એજન્ડાની અવગણના કરવા બદલ તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની નિંદા કરી છે.

ધ રીયલ કાશ્મીર ન્યૂઝના મુખ્ય સંપાદક, યના મીરે કહ્યું હતું કે, “કરાચી સ્ટોક એક્સચેંજ પર હુમલો પાકિસ્તાનમાં જેહાદનું સમર્થન કરે છે તે બધા માટે એક ચેતવણી છે. ઇમરાન ખાન આ વાત યાદ રાખો કે, અહીનાં યુવાનો વ્યતિથ છે અને તે વિકાસનો એજન્ડા ઇચ્છે છે. આ યુવા છોકરાઓ છે. બી.એલ.એ. ના આ જુવાન છોકરાઓ પણ શાંતિપૂર્ણ જીવનની શોધમાં છે. ઇમરાન ખાન તેમજ કાશ્મીરના લોકોને ઉંઘમાંથી જાગવાની જરૂર છે. પાકિસ્તાન તમને બરબાદ કરવા તૈયાર છે. આંખો ખોલો. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews