Not Set/ કુલભૂષણ જાદવ મામલે પાક ની નાપાક હરકતો શરૂ

  પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર આજે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. આ સુનાવણીમાં સૌથી મહત્વની વાત એ છે કે જાધવ વિરુદ્ધ મુદ્દા, સાક્ષી અને મુનસિફ પણ પાકિસ્તાન પોતે જ છે કારણ કે તેણે જાધવને ભારતીય વકીલ આપવાની નવી દિલ્હીની માંગને નકારી છે. જણાવી દઇએ કે, પાકિસ્તાન આ સુનાવણીનાં નામે દુનિયાની નજરમાં ધૂળ […]

World
 

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર આજે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. આ સુનાવણીમાં સૌથી મહત્વની વાત એ છે કે જાધવ વિરુદ્ધ મુદ્દા, સાક્ષી અને મુનસિફ પણ પાકિસ્તાન પોતે જ છે કારણ કે તેણે જાધવને ભારતીય વકીલ આપવાની નવી દિલ્હીની માંગને નકારી છે.

જણાવી દઇએ કે, પાકિસ્તાન આ સુનાવણીનાં નામે દુનિયાની નજરમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન જાધવ પર દેખાડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જાધવને કાઉંસલર પ્રવેશ પૂરો પાડ્યો પરંતુ ઘણા પ્રતિબંધો સાથે. ભારત સતત પાકિસ્તાનનાં આ પગલાનો વિરોધ કરી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર જાધવ મામલાની સુનાવણી ઇસ્લામાબાદ હાઈકોર્ટની મોટી બેંચ દ્વારા કરવામાં આવશે.

જાધવનાં બચાવ માટે ભારતીય વકીલ નિમણૂક કરવાની નવી દિલ્હીની માંગને ઈમરાન ખાનની સરકારે નકારી હતી. આવી સ્થિતિમાં નિષ્ણાંતો જાધવની સુનાવણીને માત્ર દેખાડો માને છે. પાકિસ્તાનનાં આ દાવપેચથી ભારતે પોતાને દૂર રાખેલ છે. જાધવ માટે વકીલનાં માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ જવાને ભારત પાકિસ્તાનની એક નવી ચાલબાજીરૂપે જોઇ રહ્યુ છે જેથી રિવ્યૂનાં નામ પર પણ મનમાનો નિર્ણય લાદી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.