Not Set/ કેન્દ્રએ કર્યો કોરોના માર્ગદર્શિકામાં ફેરફાર/ આટલાં રાજ્યોમાં આપી રાજકીય રેલીઓને મંજૂરી

ગુરુવારે કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માર્ગદર્શિકામાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. સરકારે 12 ચૂંટણી રાજ્યોમાં રાજકીય રેલીઓને તરત જ મંજૂરી આપી દીધી છે. અગાઉ ગૃહમંત્રાલયે 15 ઓક્ટોબરથી ચૂંટણી રાજ્યોમાં રેલીઓને મંજૂરી આપી હતી. સરકારની આ જાહેરાતની અસર આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી પર પણ પડશે, કારણ કે કોવિડ -19ની જૂની માર્ગદર્શિકા હેઠળ મોટા મેળાવડાને મંજૂરી આપવામાં […]

Uncategorized
0827d74899e06aaa5f9e6922c3c06fa5 1 કેન્દ્રએ કર્યો કોરોના માર્ગદર્શિકામાં ફેરફાર/ આટલાં રાજ્યોમાં આપી રાજકીય રેલીઓને મંજૂરી

ગુરુવારે કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માર્ગદર્શિકામાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. સરકારે 12 ચૂંટણી રાજ્યોમાં રાજકીય રેલીઓને તરત જ મંજૂરી આપી દીધી છે. અગાઉ ગૃહમંત્રાલયે 15 ઓક્ટોબરથી ચૂંટણી રાજ્યોમાં રેલીઓને મંજૂરી આપી હતી.

સરકારની આ જાહેરાતની અસર આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી પર પણ પડશે, કારણ કે કોવિડ -19ની જૂની માર્ગદર્શિકા હેઠળ મોટા મેળાવડાને મંજૂરી આપવામાં આવી નહોતી, જેના કારણે રાજકીય પક્ષો ચૂંટણી રેલીઓ અને મીટિંગો કરી શક્યા ન હતા.

ચૂંટણી પંચે તાજેતરમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણીઓમાં મુખ્યત્વે વિધાનસભાની ચૂંટણીઓ, કેટલીક બેઠકોની પેટા-ચૂંટણીઓ અને એક બેઠક પર લોકસભાની પેટા-ચૂંટણીઓનો સમાવેશ થાય છે. બિહારમાં 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. આ ઉપરાંત તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ અને ઓડિશામાં વિધાનસભા પેટા ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.