Not Set/ કેન્દ્ર પર ફરી ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- અમે કોરોના, એમ્ફાન અને ષડયંત્રથી એક સાથે લડી રહ્યા છીએ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. મમતાએ કહ્યું કે મને દુ:ખ થાય છે કે એક તરફ આપણે કોરોના વાયરસ અને એમ્ફાન વાવાઝોડા સામે લડી રહ્યા છીએ, લોકોના જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છીએ અને બીજી તરફ કેટલાક રાજકીય પક્ષો અમને હટાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું […]

Uncategorized
1267952847ca16a3d8a01128092fa616 1 કેન્દ્ર પર ફરી ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- અમે કોરોના, એમ્ફાન અને ષડયંત્રથી એક સાથે લડી રહ્યા છીએ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. મમતાએ કહ્યું કે મને દુ:ખ થાય છે કે એક તરફ આપણે કોરોના વાયરસ અને એમ્ફાન વાવાઝોડા સામે લડી રહ્યા છીએ, લોકોના જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છીએ અને બીજી તરફ કેટલાક રાજકીય પક્ષો અમને હટાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.

મેં ક્યારેય કહ્યું નથી કે પીએમ મોદીને દિલ્હીથી હટાવી દેવા જોઈએ.

મમતા બેનર્જીએ કહ્યું, ‘શું રાજકારણ કરવાનો સમય છે? આ લોકો કાવતરું ઘડી રહ્યા છે, છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ક્યાં હતા? અમે જમીન સત્ર પર કામ કરી રહ્યા હતા. અને બંગાળ કોવિડ અને આવા કાવતરાં સામે જીતશે.

મમતાએ કહ્યું કે કાવતરું ઘડનારા આ લોકો છેલ્લા ત્રણ મહિનાથી એક ખૂણામાં બેઠા હતા અને બહાર આવવાની તસ્દી લીધી નહોતી. જ્યારે રોજ ઓફિસમાં આવતા. પાલિકાએ પણ કામ કર્યું હતું. બંગાળ આવા ષડયંત્ર અને કોરોના વાયરસથી જીતશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.